વડોદરા : ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ સંક્રમિત થયા, મૃત્યુઆંક 120, કુલ કેસઃ 6429 થયા, 5163 દર્દી રિકવર થયા

0
0

વડોદરા શહેરના વોર્ડ નં-17ના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ કોરોના સંક્રમિત થયા છે. જેથી તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. 5 દિવસ પહેલા જ વડોદરા શહેરના કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવત પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

વડોદરામાં કોરોનાના કેસનો આંક 6429 થયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 6429 ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 121 થયો છે અને અત્યાર સુધીમાં કુલ 5163 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 1145 એક્ટિવ કેસ છે, જે પૈકી 142 દર્દી ઓક્સિજન ઉપર અને 50 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 953 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે નવા કેસ નોંધાયા
સિટીઃ કારેલીબાગ, અટલાદારા, જ્યુબિલીબાગ, માંજલપુર, તરસાલી, એકતાનગર, યમુનામીલ, ગોકુલનગર, સંવાદ, નવાયાર્ડ, ગોત્રી, બાપોદ, ફતેગંજ, સોમા તળાવ, વાડી, વાઘોડિયા રોડ, પ્રતાપનગર
ગ્રામ્યઃ ડભોઇ, ભિલાપુર, કરજણ, ઉમજ, પાદરા, ભાયલી, દશરથ

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1768 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6429 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1065, પશ્ચિમ ઝોનમાં 944, ઉત્તર ઝોનમાં 1768, દક્ષિણ ઝોનમાં 1274, વડોદરા ગ્રામ્યમાં 1347 અને 31 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here