વડોદરામાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્યનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

0
12

ભાજપ નેતા ગોરધન પાટણવાડીયા બિયર મંગાવીને ગામમાં રહેતા સંદિપ દ્વારા વેચાણ કરાવતો

વડોદરામાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્યનો દારૂ ઝડપાયો છે. ભાયલી ગામે જિલ્લા એલસીબીએ દરોડો પાડયો હતો. જેમાં બિયરના 216 નંગ ટીન સાથે સંદીપ પરમાર નામના શખ્સની ધરપકડ થઇ છે. જોકે, આ કેસમાં ભાજપનો સભ્ય ગોરધન પાટણવાડિયા વોન્ટેડ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ભાયલી ગામમાં જીઈબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદીપ પરમાર બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી છૂટક વેચાણ કરે છે. એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે ત્યા રેડ કરી હતી. ત્યારે સંદીપ પરમારના ઘરમાંથી 9 નંગ બિયરની પેટી મળી આવી હતી. 23,760 રૂપિયાના કુલ 216 નંગ બિયરના ટીન તેની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીએ સઘન પૂછપરછ કરતા તેણે ગોરધન પાટણવાડિયાનું નામ લીધું હતું. ગોરધન પાટણવાડિયા નામના શખ્સે મંગાવેલ બિયરના ટીમ તેના ઘરે સંતાડી રાખ્યા હોવાનું તેણે એલસીબીને જણાવ્યું હતું. ત્યારે એલસીબીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોરધન પાટણવાડિયા ભાયલી તાલુકા પંચાયતનો સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલો છે.

એલસીબીએ સંદીપ પરમાર નામનાં આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ભાજપનો સભ્ય ગોરધન પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, ગોરધન પાટણવાડિયા દારૂના મામલે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં પણ તેની પાસેથી દારૂ પકડાય હતો અને આ કેસમાં તેને પાસા થયા હતા. ગોરધન પાટણવાડિયા 15 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. 2010 માં જ્યાર તે ભાયલી ગામનો સરપંચ હતો, ત્યારે તેના ગોડાઉનમાં રેડ પડી હતી, અને દારૂ પકડાયો હતો. આ જ કેસમાં પાસા થયા હતા. ત્યારે પોલીસે ગોરધન પાટણવાડિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here