ભાજપે આસામમાં લેન્ડ જેહાદનો મુદ્દો ઉઠાવીને નવી જ ચર્ચાને આપ્યો જન્મ

0
5

અત્યાર સુધી લવ જેહાદનો મુદ્દો ઉઠાવતા રહેલા ભાજપે હવે આસામમાં લેન્ડ જેહાદનો મુદ્દો ઉઠાવીને નવી જ ચર્ચાને જન્મ આપ્યો છે.

અમિત શાહે આસામની ચૂંટણીના પ્રચારમાં કહ્યુ હતુ કે, ભાજપની સરકાર બની તો લેન્ડ જેહાદ સામે પણ કાયદો બનાવશે. અમિત શાહે આવુ નિવેદન કેમ આપ્યુ તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભાજપનો આરોપ છે કે, બદરુદ્દીન અજમલને કોઈ પણ સંજોગોમાં આસામનો ચહેરો નહીં બનવા દેવાય. કારણકે ભાજપનુ કહેવુ છે કે, જો અજમલની સરકાર બની તો આસામમાં લવ જેહાદ અને ઘૂસણખોરીના મામલામાં વધારો થશે.

ભાજપના સંખ્યાબંધ નેતાઓ દાવો કરી રહ્યા છે કે, આસામમાં કોંગ્રેસના શાસનમાં મુસ્લિમ વસતી ઝડપભેર વધી છે અને તેના કારણે અહીંયા ઘૂસણખોરી અને લવ જેહાદને રાજકીય સંરક્ષણ મળતુ રહ્યુ છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે, આસામમાં 2001માં મુસ્લિમોની વસતી 5 ટકા હતી. જે 2011માં વધીને 25 ટકા સુધી પહોંચી ગઈ છે. આગામી સમયમાં જો ઘૂસણખોરી ચાલુ રહી તો આસામ મુસ્લિમ બહુમતી વાળુ રાજ્ય બની જશે અને બહારના તત્વોની દખલ પણ વધી જશે.

ભાજપ લાંબા સમયથી કહી રહી છે કે અમારી સરકાર બની તો ઘૂસણખોરોને આસામની બહાર કાઢવામાં આવશે. આસામમાં મુસ્લિમોની વધતી જતી વસતી પાછળ 11 જિલ્લા છે. આ જિલ્લાઓ એવા છે જ્યાં મુસ્લિમોની વસતી હિન્દુઓ કરતા વધી ગઈ છે. ભાજપનો દાવો છે કે, જ્યાં હિન્દુઓની વસતી 2 થી 3ટકાના દરે વધે છે ત્યારે મુસ્લિમોની વસતીનો વૃધ્ધિ દર 20 થી 25 ટકા છે. આ તમામને કોંગ્રેસ સરકારોના સમયમાં રક્ષણ અપાયુ છે. જો કોંગ્રેસે અજમલ જેવા નેતાઓ સાથે સરકાર બનાવી તો ફરી આવુ જ થશે.

ભાજપનો એવો પણ આરોપ છે કે, આસામના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં મુસ્લિમોની સંખ્યા વધી રહી છે અ્ને અહીંયા બાંગ્લાદેશમાંથી થઈ રહેલી ઘૂસણખોરી મોટો મુદ્દો છે. જો કોંગ્રેસ સત્તા પર આવી તો ઘૂસણખોરી રોકવી અસંભવ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here