દુષ્કર્મ અને અપહરણ કેસના દોષી કુલદીપ સિંહ સેંગરની પત્નીને ભાજપે આપી જિલ્લા પંચાયતની ચૂંટણીની ટિકિટ

0
3

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ઉન્નાવ રેપ કેસના દોષી કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને જિલ્લા પંચાયતની ચૂંટણીની ટિકિટ આપી છે. કુલદીપની પત્ની સંગીતા હાલ જિલ્લા પંચાયતની અધ્યક્ષ છે અને 2016માં અપક્ષ અધ્યક્ષ બની હતી. કુલદીપ સેંગર ભાજપનો ધારાસભ્ય હતો પરંતુ દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવાયા બાદ તેને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

કુલદીપની પત્ની સંગીતા સેંગરને ભાજપે ફતેહપુર ચોરાસી તૃતીય ક્ષેત્રથી જિલ્લા પંચાયત સદસ્યની ઉમેદવાર બનાવી છે. ઉપરાંત પૂર્વ જિલ્લાધ્યક્ષ આનંદ અવસ્થી સરોસી પ્રથમ અને નવાબગંજના આઉટગોઈંગ બ્લોક પ્રમુખ અરૂણ ડક્ષસહ ઔરાસ દ્વિતીયથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

કુલદીપ સિંહ સેંગર બાંગરમઉથી ભાજપની ટિકિટ પર 4 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2017માં ઉન્નાવના ચર્ચિત રેપ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઓગષ્ટ 2019માં ભાજપે તેમને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા અને બાદમાં તેમની વિધાનસભાની સદસ્યતા પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી.

ગત વર્ષે કોર્ટે કુલદીપ સિંહ સેંગરને દુષ્કર્મ અને અપહરણ કેસમાં દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. ઉપરાંત દુષ્કર્મ પીડિતાના પિતાના પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુ મામલે પણ સેંગર સહિત તમામ દોષિતોને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું હતું કે, દોષી પોતાની સ્વાભાવિક ઉંમરના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here