Saturday, September 18, 2021
Homeભાજપ સરકાર : 20 હજાર સરકારી શાળાઓને અતિ આધુનિક મોડેલ સ્કૂલ બનાવવામાં...
Array

ભાજપ સરકાર : 20 હજાર સરકારી શાળાઓને અતિ આધુનિક મોડેલ સ્કૂલ બનાવવામાં આવશે

દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે રાજ્યની સરકારી સ્કૂલોને હાઈટેક અને સ્માર્ટ સ્કૂલો બનાવી મતદારોને રિઝવ્યા હતા. હવે ગુજરાતની ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સને વધુ તેજીથી આગળ વધારી રહી છે, જેના ભાગરૂપે આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરી 15,000 સરકારી પ્રાથમિક શાળા અને 5000 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવા માટે સરકાર આગળ વધી રહી છે. વલ્ર્ડ બેંકના સહયોગથી હાથ ધરવામા આવનાર આ પ્રોજેકટ દેશનો પાયલોટ પ્રોજેકટ છે.

રાજ્યની 20 હજાર સ્કૂલો આધુનિક બનશે

ગુજરાત સરકારે વર્ષ 2020–21 ના બજેટ દરમ્યાન મિશન સ્કૂલ ઓફ એકસલન્સની જાહેરાત કરી હતી. આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 15 હજાર સરકારી પ્રાથમિક શાળા અને 5 હજાર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવા માટે સરકાર આગળ વધી રહી છે. માળખાકીય સુવિધા પૂરતા પ્રમાણમાં વર્ગખંડ, સ્માર્ટ કલાસમાં અદ્યતન કોમ્પ્યુટર લેબ. ફીટ ઇન્ડિયા અંતર્ગત રમત–ગમતના સાધનો. વિશેષ પ્રકારનું ગુણવત્તાયુકત અને પરિણામ લક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ માટે રાજ્યના શિક્ષણ વિભાગમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકાર આવતા દિવસોમાં અતિઆધુનિક મોડેલ સ્કૂલ બનાવવા જઇ રહી છે. જેમાં પ્રતિભાશાળી વિધાર્થીઓ માટે ખાસ નિવાસી શાળાઓ સ્થાપના કરવામાં આવશે.

રાજ્યની સ્કૂલોને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આધુનિક બનાવાશે
રાજ્યની સ્કૂલોને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આધુનિક બનાવાશે

300થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાની સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી

મિશન સ્કૂલ ઓફ એકસલન્સ હેઠળ 300થી વધુ વિધાર્થીની સંખ્યા ધરાવતી તમામ પ્રાથમિક શાળાઓ અને રાજયના તમામ જિલ્લા અને તાલુકા વર્ષમાં ઓછામાં ઓછી એક શાળાનો સમાવેશ થાય તેવી રીતે 6000 શાળાઓની મિશન સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પસંદગી કરવામાં આવશે. આ પ્રાથમિક શાળા પૈકી 20 ટકા જેટલી શાળાઓમાં અંદાજે 50 ટકા જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

બીજા તબક્કામાં 150થી વધુ વિદ્યાર્થી ધરાવતી સ્કૂલની પસંદગી

બીજા તબક્કામાં 150થી વધુ વિધાર્થીઓ ધરાવતી વધુ 9000 સરકારી પ્રાથમિક શાળાઓને એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી કરવામાં આવશે. આ નવ હજાર શાળાઓમાં અંદાજે 17 લાખ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યાનું જાણવા મળ્યું છે. બંને તબક્કામાં 5000 જેટલી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ મિશન સ્કૂલ ઓફ એકસલન્સ હેઠળ આવરી લેવાનું આયોજન છે.

રાજયની શાળાઓમાં 33,000 વર્ગખંડની ઘટ આવતા ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે
રાજયની શાળાઓમાં 33,000 વર્ગખંડની ઘટ આવતા ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે

33,000 વર્ગખંડની ઘટ પૂરી કરાશે

મિશન સ્કૂલ ઓફ એકસલન્સ અંતર્ગત રાજયની શાળાઓમાં 33,000 વર્ગખંડની ઘટ આવતા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે અને પસંદગી પામેલ શાળાની તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વર્લ્ડ બેંક આપશે ફંડ

મિશન સ્કૂલ ઓફ એકસલન્સ માટે દેશભરમાં વર્લ્ડ બેંકે રૂપિયા 500 મિલિયન ડોલરનું ફડં આપવા ખાતરી આપી છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક સાથે બીજા 250 મિલિયન ડોલરનું ભંડોળ મેળવવાની ચર્ચા અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આટલું મોટું ફડં વર્લ્ડ બેંક દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવ્યુ છે. સમગ્ર વિશ્વમાં એ.આઈ.આઇ.બી.પ્રથમવાર શિક્ષણ ક્ષેત્રે ફંડીગ કરી રહી છે.

વર્લ્ડ બેંક દ્વારા સ્કૂલોને એડવાન્સ્ડ બનાવવા ફંડ અપાશે
વર્લ્ડ બેંક દ્વારા સ્કૂલોને એડવાન્સ્ડ બનાવવા ફંડ અપાશે

6 વર્ષમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે

​​​​​​​વર્લ્ડ બેંક દ્વારા આ પ્રોજેકટ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણ ગુણવત્તાયુકત બનાવવા માટેનો સમગ્ર ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે. આગામી છ વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટને કારણે એક કરોડ કરતાં વધારે વિધાર્થીઓને સીધો લાભ મળતો થશે. એટલું જ નહીં આવનારી પેઢી માટે ગુણવત્તા યુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે મદદપ બનશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ રાષ્ટ્ર્રીય કક્ષાએ આ પ્રકારનો મોટાપાયે શિક્ષણની ગુણવત્તા સુધારણાનો પ્રોજેકટ ગુજરાતમાં હાથ ધરવામાં આવનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments