Tuesday, September 21, 2021
Homeભાજપ નફરતમા અંધ થઈ ગઈ છે: રાહુલ ગાંધી
Array

ભાજપ નફરતમા અંધ થઈ ગઈ છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 20 ઓકટોબર 2019, રવિવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નોબેલ વિજેતા અભિજીત બેનર્જી પર કરેલા નિવેદન પર ટિપ્પણી કરતા ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. એમણે કહ્યુ કે, આ લોકો નફરતમા અંધ બની ગયા છે અને તેમને નથી ખબર કે વ્યવસાયિકતા શું હોય છે? ગોયલે કહ્યુ હતુ કે, બેનર્જીનો વામપંથી પ્રત્યે ઝુકાવ છે.

ગોયલએ કહ્યુ હતુ કે અભિજીત બેનર્જીને નોબલ પુરસ્કાર મળ્યો છે એટલે હું તેમને અભિનંદન આપુ છું પરંતુ તેમની સમજણ વિશે આપણે સૌ જાણીએ છીએ. એમના જે વિચારો છે, તેઓ વામપંથથી પ્રેરિત છે. તેમણે ન્યાય (કોંગ્રેસની યોજના)ના ગુણગાન ગાયા હતા. ભારતની જનતાએ તેમના વિચારને પૂર્ણરૂપે બરતરફ કર્યા છે.

શનિવારે બેનર્જીએ કહ્યુ કે, વાણિજ્ય મંત્રી મારી વ્યવસાયિકતા પર પ્રશ્નો કરી રહ્યા છે. આ બાબતે રવિવારે રાહુલે ટ્વીટ કરતા જણાવ્યુ કે, પ્રિય બેનર્જી આ લોકો નફરતમા અંધ થઇ ગયા છે. તેમણે ખબર નથી કે, વ્યવસાયિકતા શું હોય છે? જો તમે એક દાયકા સુધી પ્રયત્ન કરો તો પણ સમજાવી શકશો નહીં એટલે નિશ્ચિંત રહો લાખો ભારતીયોને તમારા કાર્યપર ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગોયલે અભિજીત વિશે આપેલા નિવેદન પર ટ્વીટ કરી હતી. પ્રિયંકાએ કહ્યુ કે, ભાજપના નેતાઓને જે કામ મળ્યુ છે. તેને કરવાને બદલે બીજાની ઉપલબ્ધિઓને ખોટી ગણે છે.

નોબેલ મેળવનારે પોતાનું કાર્ય ઇમાનદારીથી કર્યુ, નોબેલ જીત્યો. અર્થવ્યવસ્થા નીચી જઈ રહી છે. તમારૂ કામ તેને સુધારવાનું છે, નહીં કે કોમેડી સર્કસ ચલાવવાનું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments