ભડકાઉ ભાષણનો આરોપ લાગનાર BJP નેતાને મળી Y+ કેટેગરીની સિક્યોરિટી

0
6

દિલ્હી હિંસા પહેલાં પોતાના ભડકાઉ ભાષણને લઇ ચર્ચામાં આવેલા ભાજપના નેતા કપિલ મિશ્રાની સુરક્ષા વધારી દીધી છે. કપિલ મિશ્રાને વાઇ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કરાયો છે. તેના અંતર્ગત કપિલ મિશ્રાની સાથે 24 કલાક 6 જવાન તૈનાત રહેશે. પાછલા દિવસોમાં જ કપિલ મિશ્રાએ એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મને ધમકીઓ મળી રહી છે.

આની પહેલાં કપિલ મિશ્રાને 2017મા સુરક્ષા અપાઇ હતી જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન દરમ્યાન તેમના પર હુમલો થયો હતો. એ સમયે કપિલ મિશ્રા આપના ધારાસભ્ય હતા. જો કે આ દરમ્યાન તેમણે સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી. પરંતુ થોડાંક દિવસ પહેલાં કપિલ મિશ્રાએ સુરક્ષાની માંગણી કરી હતી.

ધમકી મળ્યાની ફરિયાદ

ગયા વર્ષે ભાજપમાં સામેલ થયેલ કપિલ મિશ્રાએ 1 માર્ચના રોજ ટ્વીટ કરતાં કહ્યું હતું કે મને ભારત અને વિદેશમાંથી ફોન, વ્હોટસએપ અને ઇમેલ પર ધમકીઓ મળી રહી છે. તેમણે એમ પણ ટ્વીટ કરી કે તેમણે પોતાની વિરૂદ્ધ શરૂ થયેલા નફરતવાળા અભિયાનથી ડર લાગતો નથી.

2 PSO અને 4 પોલીસકર્મી કરશે સુરક્ષા

કપિલ મિશ્રાની સાથે બે ખાનગી સુરક્ષા અધિકારી મળે છે, જે તેમની સાથે ચોવીસ કલાક રહેશે. આ સિવાય બીજા ચાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે. સુરક્ષા પ્રોટોકોલના મતે પીએસઓમાંથી એક સ્વચાલિક રાઇફલથી લેસ હશે, જ્યારે બીજાની પાસે પિસ્ટોલ હશે. બાકી ચાલ પોલીસકર્મી હથિયારોથી લેસ રહેશે.