વડોદરા : ભાજપના નેતા દલસુખ પ્રજાપતિની સ્કૂલે ફીને લઇ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ

0
9

વાલીઓ ફી નથી ભરતા એટલે પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું 

વડોદરા શહેરમાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા દલસુખ પ્રજાપતિની સ્કુલ સી કે પ્રજાપતિએ ઓન લાઈન શિક્ષણ બંધ કર્યું છે. ઓન લાઈન શિક્ષણ અચાનક બંધ કરાતા વિવાદ સર્જાયો છે. જાણકારી મુજબ, વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. સ્કુલના ટ્રસ્ટીએ ડીઈઓને પત્ર લખી આ અંગે ખુલાસો આપ્યો છે. વાલીઓ ફી ભરશે તો જ 1 ઓગસ્ટથી ઓનલાઈન શિક્ષણ શરુ કરીશુ.

જણાવી દઇએ, વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દલસુખ પ્રજાપતિની સ્કુલ સી. કે. પ્રજાપતિ આવેલી છે. ત્યારે ફીને લઇ સંચાલન દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરાયુ છે. આ અંગે સવાલ કરતા તેઓએ મીડિયાને જણાવ્યું કે, વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. સ્કૂલના 100 થી વધુ શિક્ષકોને છુટા કર્યા છે. સરકારે વાલીઓને રાહત આપવી જોઈએ. સરકાર નક્કર નિર્ણય નથી લઈ રહી. શાળા સંચાલકોને પગાર કરવાના કે બિલ ભરવાના રૂપિયા પણ નથી. તો અમે ઓનલાઈન શિક્ષણ કેવી રીતે ચલાવીએ.

દલસુખ પ્રજાપતિ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. કોંગ્રેસમાં હતા ત્યારે રાજ્ય સરકારમાં પ્રધાન રહી ચૂકેલા પ્રજાપતિ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. પ્રજાપતિ વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી પક્ષપલટો કરીને ભાજપમાં આવી ગયા હતા. દલસુખ પ્રજાપતિ હાલ માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here