અમદાવાદ : ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ ખખડધજ રસ્તાની પોલ ખોલી, કહ્યું-ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે?

0
21

અમદાવાદઃ નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સાથે સાથે ભાજપના નેતાઓમાં પણ હવે આક્રોશ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રસ્તાઓની પોલ ખોલી છે.

YMCAથી બોપલ તરફ જતો આખો રોડ બિસ્માર
અઢી મહિના પહેલાં જ બોપલને સમાંતર રિંગ રોડથી વાયએમસીએ ક્લબ સામેના રોડ સુધી મેગા લાઈન નંખાઈ હતી. રોડની બંને તરફ આ કામગીરી પછી માત્ર કપચીનું પુરાણ કરાયું હતું. પરંતુ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી આખો રોડ બિસ્માર થઈ ગયો છે. આ રોડ બેસી જવાની ભીતિ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન જાણતી હોવા છતાં યોગ્ય પેચવર્ક કરાયું ન હતું. ત્યાર બાદ માત્ર કપચી પુરાણ કરીને રોડ ફરી અવર-જવર માટે શરૂ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here