સુરત : વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ફાયરિંગ, પીઠના ભાગે વાગી ગોળી

0
0

સુરતનાં કરંજ વિસ્તારનાં કોર્પોરેટર ભરત વઘાસીયા પર થયું ફાયરિંગ, થથા ઇજાગ્રસ્ત

સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વરાછામાં BJPના કોર્પોરેટર ભરત વઘાસીયા પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગમાં ભરત વઘાસીયા ઇજાગ્રસ્ત થયા હતા. જો કે તાત્કાલિક તેમણે સાપવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટના બાદ પોલીસ તપાસમાં કારતૂસ પણ મળી આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં સોમવારે સાંજે બીજેપીના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયાને વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યા પાર્ક સ્થિત ઓફિસથી ઘરે જઈ રહ્યા હતો તે દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો ફાયરિંગ કર્યું હતું. ભરત વઘાસીયાને પીઠના ભાગે ગોળી વગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જો કે તાત્કાલિક તેમણે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ ઓપરેશન કરી ગોળી બહાર કાઢી હતી.

આ ઘટનામાં પોલીસને માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે વરાછા પોલીસે કારતૂસ કબ્જે કરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જોકે, આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here