બંગાળમાં ભાજપનેતા પર પથ્થરમારો : જેપી નડ્ડાના કાફલા પર તૃણમૂલના સમર્થકોએ પથ્થર ફેંક્યા, કૈલાસ વિજયવર્ગીય ઘાયલ થયા

0
13

પશ્ચિમ બંગાળની મુલાકાત માટે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર ગુરુવારે તૃણમૂલના સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. તેઓ કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યા હતા. પ્રદર્શનકારોએ રસ્તો રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નડ્ડાની સુરક્ષામુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મમતા સરકાર પાસે રિપોર્ટ માગશે.

કૈલાસ વિજયવર્ગીય ઘાયલ

ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. એક મોટો પથ્થર તેમની ગાડીના કાંચને તોડીને અંદર વાગ્યો હતો. વિજયવર્ગીયે કહ્યું હતું કે આ હુમલામાં તેઓ ઘાયલ થયા છે, પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો. કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોય બંને ઘાયલ થયા છે.

નડ્ડાએ કહ્યું, માતા દુર્ગાની કૃપાથી બચ્યા

નડ્ડાએ ડાયમંડ હાર્બર પહોંચ્યા પછી પાર્ટી કાર્યકર્તાઓ સાથેની મીટિંગમાં કહ્યું હતું કે પશ્વિમ બંગાળમાં કાયદો વ્યવસ્થા નથી રહી અને હવે આ ઇન્ટોલરન્સવાળું રાજ્ય બની ગયું છે. માતા દુર્ગાની કૃપાથી હું અહીં સુધી પહોંચી શક્યો છું. મમતા બેનર્જી સરકારના હવે ગણતરીના દિવસો જ બચ્યા છે. અમે આ ગુંડારાજને હરાવીશું.

ભાજપના અધ્યક્ષે અમિત શાહને પત્ર લખ્યો

પશ્વિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બુધવારે નડ્ડાના કાર્યક્રમમાં પોલીસ હાજર ન હતી. રાજ્ય સરકાર તરફથી નડ્ડાની સુરક્ષામાં ચૂક થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here