ભાજપ નેતાનો દાવો – ‘કોરોના ચાલ્યો ગયો.. દીદી માત્ર કરી રહી છે દેખાવો..’

0
5

પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, હવે કોરોના ખતમ થઈ ગયો છે, મમતા બેનર્જી માત્ર દેખાવો કરી રહી છે અને લોકડાઉન લગાવી રહી છે જેથી ભાજપ રાજ્યમાં મીટિંગ અને રેલીઓ આયોજિત ન કરી શકે. ભાજપ નેતાએ દાવો કર્યો છે કે કોરાના હંમેશા માટે ચાલ્યો ગયો છે, પરંતુ મમતા બેનર્જી ખાલી દેખાવો કરી લોક ડાઉન લાગુ કરી રહી છે.

પશ્ચિમ બંગાળના ધનિયાખાલી (હુગલી જિલ્લા)માં એક જાહેર સભામાં સંબોધન કરતી વખતે ઘોષે આ નિવેદન આપ્યું હતું. તો બીજી તરફ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એટલું જ નહીં ખુદ સરકારની પાર્ટીના નેતાએ જ સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. ભીડમાં લોકો માસ્ક પણ પહેરેલા નહોતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.

ઘોષે કહ્યું કે મમતા બેનર્જી કોરોનાના ભયને કારણે નહીં પણ ભાજપના ભયને કારણે લોકડાઉન લાગુ કર્યા હતા. ઘોષ પોતે માસ્ક પહેર્યા વિના આવ્યા હતા અને તેમણે એવું આડકતરી રીતે જાહેર કર્યું હતું કે તેઓ સરકારની કોવિડ 19ની ગાઈડલાઇન્સનો ભંગ કરશે.

જણાવી દઈએ, દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ એક લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 1 હજાર લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં છેલ્લા 13 દિવસમાં કોરોના વાયરસના 10 લાખ નવા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 45 લાખ 62 હજાર 415 થઈ ગઈ છે. તેમાં 76,271 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 43 હજાર 80 થઈ ગઈ છે અને 35 લાખ 42 હજાર 663 લોકો સાજા થઈ ગયા છે. સંક્રમણના એક્ટિવ કેસી તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશકે ત્રણ ગણી વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here