Thursday, October 28, 2021
Homeભાજપના નેતાઓ રાવણના વંશજો ! લોકસભામાં કોંગ્રેસના અધિરંજન ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન
Array

ભાજપના નેતાઓ રાવણના વંશજો ! લોકસભામાં કોંગ્રેસના અધિરંજન ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા પર ભાજપ સામે પડેલી કોંગ્રેસે હવે ગાંધીજીના મુદ્દે પણ ભાજપની જાટકણી કાઢી છે, કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ ગાંધીજીના આંદોલનોને નાટક ગણાવીને તેમને માત્ર નામના મહાત્મા કહીને તેમનું અપમાન કર્યું હતુ, ભાજપે પણ તેમની પાસેથી જવાબ માંગ્યો છે, હવે આ મામલે કોંગ્રેસે ભાજપનો વિરોધ નોંધાવ્યો છે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ કહ્યું કે આ લોકો ગાંધીજીને ગાળો આપીને રામના પૂજારીનું અપમાન કરે છે, જેથી તેઓ રાવણના વંશજો છે.

અધિરંજન ચૌધરીના નિવેદનનો ભાજપે વિરોધ નોંધાવતા હોબાળો થયો હતો અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ભાજપ નેતાઓએ ગૃહમાં સોનિયા ગાંધી મુર્દાબાદના નારા લગાવ્યાં હતા, બીજી તરફ લોકસભા સ્પિકર ઓમ બિરલાએ કાર્યવાહી કરતા અધિરંજન ચૌધરીના શબ્દો હટાવવા આદેશ આપ્યા હતા, તેમને ચેતવણી આપતા કહ્યું કે ગૃહમાં આવા શબ્દોનો ઉપયોગ ફરીથી ન થવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments