વિધાનસભામાં પોર્ન જોતા પકડાયેલા નેતાને ભાજપે બનાવ્યા ડેપ્યુટી સીએમ

0
0

બેંગાલુરુ, તા. 31. ઓગસ્ટ 2019 શનિવાર

વિધાનસભામાં પોર્ન જોતા પકડાયેલા નેતાને કર્ણાટકમાં ભાજપની યેદીયુરપ્પા સરકારે ડેપ્યુટી સીએમ બનાવ્યા બાદ ઘમાસાણ મચ્યુ છે.

ડેપ્યુટી સીએમ લક્ષ્‍મણ સાવદી 2012માં વિધાનસભામાં મોબાઈલ પર પોર્ન જોતા પકડાયા હતા.તેમને ભાજપ સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવાયા છે.ભાજપે જેડીએસ અને કોંગ્રેસની સરકાર ઉથલાવીને કર્ણાટકમાં પોતાની સરકાર બનાવી છે.

મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ત્રણ નાયબ મુખ્યમંત્રીની નિમણૂંક કરી છે.જેમાં લક્ષ્‍મણ સાવદીનો સમાવેશ થાય છે.જોકે તેમને આ હોદ્દો અપાયા બાદ કોંગ્રેસની મહિલા કાર્યકરોએ દેખાવો કરીને રાજ્યપાલ વજુભાઈવાળા સમક્ષ સાવદીને હોદ્દા પરથી હટાવવા માટે માંગ કરી હતી.

કર્ણાટકમાં સરકાર બન્યા બાદ ભાજપમાં પણ બળવાખોરીના એંધાણ વચ્ચે મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી થઈ ગઈ છે.17 ધારાસભ્યોને ભાજપ સરકારમાં મંત્રીપદ મળેલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here