સુરત : ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા કોરોના પોઝિટીવ, CMની બેઠકમાં રહ્યા હતા હાજર

0
0

કોંગ્રેસના ધારાસભ્ય ગેની બેન ઠાકોર બાદ આજે વધુ એક ધારાસભ્યને કોરોના થયો.

સુરત કામરેજના ભાજપા  ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો તેમની તબિયત સ્થિર છે. જોકે, 3 દિવસ પહેલા CMની બેઠકમાં હાજર હતા. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરાઈ છે. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 6756 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 259 થઈ ગયો છે. ગત રોજ વધુ 142 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં 4061 પર પહોંચી ગઈ છે.

વીડી ઝાલાવાડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ઘરે જ સારવાર શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા મુખ્યમંત્રીની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. જોકે, ત્યારે કોઈ લક્ષણો ન હતા. ગઈ કાલે જ બપોર બાદ જ તબિયત થોડી નાદુરસ્ત લાગતા કામરેજ આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.નવી સિવિલ કેમ્પસ ખાતે રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 5 તબીબો સંક્રમિત થયા છે. સોમવારે પાંચેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં જ રહેતા અને નવસારી બજાર ખાતે ક્લિનિક ચલાવતા તબીબ પણ સંક્રમિત થયા છે. સાઉથ વેસ્ટ ઝોનમાં જ રહેતા અને સનસાઈન હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સોમવારે કુલ 7 તબીબો સંક્રમિત થતા શહેરમાં અત્યાર સુધીમાં 109 તબીબ સંક્રમિત થયા છે.

રવિવારે ભરત કેન્સર હોસ્પિટલના મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે ભરત કેન્સર હોસ્પિટલના ટ્રસ્ટી પણ સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો બાદ સોમવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.સિવિલ કેમ્પસ ખાતે રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક નર્સ, વરાછા વિસ્તારમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક નર્સ, સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને મીશન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ, સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને ગુરુનાનક હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેક્નિશિયન, તેમજ મીશન હોસ્પિટલના લેબ ટેક્નિશિયન પણ સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here