સુશાંત અને દિશા સાલિયન આત્મહત્યા કેસમાં ભાજપના ધારાસભ્યે આ પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવા કરી માંગ

0
0

સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન આત્મહત્યા મામલાની તપાસમાં મુંબઈ પોલીસની લાપરવાહી સામે આવી છે ત્યારે કાંદિવલીના ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે મુંબઈ પોલીસના પરમવીર સિંહ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બોલીવડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન, મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સીલ બંધ કવરમાં તપાસ અંગેનો રિપોર્ટ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે આ મામલે બિહાર સરકારે નિયમોની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે. બિહાર સરકાર પાસે માત્ર જીરો એફઆઈઆર દાખલ કરવાનો અધિકાર હતો. તેમણે એફઆઈઆર દાખલ કરીને અમારી પાસે મોકલવાની જરૂર હતી.

સુશાંતસિંહ આપઘાત કેસમાં રિયા ચક્રવર્તીની ફરીવાર પૂછપરછ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રિયાએ આપેલા જવાબથી ઈડી સંતુષ્ટ નથી. રિયા પુછપરછ દરમ્યાન તેના બેંક ખાતામાં રૂપિયા ક્યાથી આવ્યા તેના જવાબ આપી શકી નથી. જેથી ઈડી હવે ફરીવાર તેની પૂછપરછ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે, રિયાની ગઈ કાલે મુંબઈની ઈડી ઓફિસમાં આઠ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. જે દરમ્યાન તેની સાથે ભાઈ અને પિતા પણ હાજર રહ્યા હતા.

સુશાંત આપઘાત કેસ મામલે ઈડીએ આજે પણ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની પુછપરછ શરૂ કરી. ગઈ કાલે મુંબઈમાં ઈડી દ્વારા રિયાની આઠ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. જે દરમ્યાન રિયાની સાથે ઇડીની ઓફિસે આવેલો તેનો ભાઇ શોવિક બે કલાક બાદ ત્યાંથી નીકળી ગયો હતો. તે અમુક દસ્તાવેજ લેવા ગયો હતો. થોડા સમય બાદ તે ફરી ઇડીની ઓફિસે પહોંચ્યો હતો. ત્યારે ફરીવાર આજે શોવિકની પુછપરછ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here