ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આવ્યા કોરોનાની ઝપેટમાં.

0
0

ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વડોદરાના વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

ગત 24 કલાકમાં વડોદરામાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 8185 પર પહોંચી ગઈ છે. 2379 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 121 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી 24 કલાકમાં વધુ 144 દર્દીઓ સાજા પણ થયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી 6455 દર્દી સાજા થયા છે. તો કોરોનાથી વધુ 1 દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે કુલ મોત 143 થયા છે.

અત્યાર સુધીમાં 18 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના નેતા અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જ્યારે એક વખતના વડાપ્રધાન મોદીની હરોળના ગણાતા નેતા શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા.

જ્યારે વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લા 10 દિવસથી જૂનાગઢ ખાતે સારવાર લઇ રહ્યાં હતા.

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલ 15,796  એક્ટિવ કેસ છે, જ્યારે 78,913 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 97,745 પર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here