ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દાવો – માત્ર નામનો છે કોરોના.! Video વાયરલ

0
14

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો 2 દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ સારવાર માટે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલમાંથી તેમનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો છું અને કોરોનો કશું જ છે નથી. ખાલી નામનો કોરોના છે.

ધારાસભ્ય કહે છે કે, કોરોનાથી લડતો આવ્યો છું અને લડતો રહેવાનો છું

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઇરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારા વાઘોડિયાના ભાઇઓ બહેનોને નમસ્કાર કરૂ છું. કોરોનાની મહામારીની મને અસર થઇ હતી. જે અસર અડધી જતી રહી છે. અડધી બાકી છે. હું આપનો સેવક છું અને સેવક રહેવાનો છું. જ્યાં સુધી મારા શ્વાસ ચાલુ છે, ત્યાં સુધી તમારી સેવા કરવા માટે તત્પર રહીશ. તેવી જ રીતે મારા વડોદરા શહેરના મારા ભાઇઓ બહેનો, મારા કાર્યકરો, મારા પરિવારના લોકો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો છું. ચિંતા કરતા નહીં. કોરોનાથી તો લડતો આવ્યો છું અને લડતો રહેવાનો છું. તમારે પણ લડવાનું છે. બધા ભાઇઓ બહેનોએ લડવાનું છે. કોરોનો કશું જ છે નહીં. ખાલી નામનો કોરોના છે. તેની સામે લડતા રહો. તમને ચોક્કસ જીતશો અને હું તો વિજય છું અને વિજય રહેવાનો છું. તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

તાજેતરમાં જ મધુ શ્રીવાસ્તવના પી.એ.નું મૃત્યુ થયું હતું

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પી.એ. વિજય પરમારનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો કોરોનાને માત આપી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here