બીજેપી સાંસદ રવિ કિશનના પિતાનું નિધન, વારાણસીમાં આજે અંતિમ સંસ્કાર

0
19

ગોરખપુરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશનના પિતા શ્યામ નારાયણ શુક્લનું 92 વર્ષની ઉંમરે મંગળવારે વારાણસીમાં નિધન થયું. તેમણે વારાણસીમાં દેહત્યાગની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ અંતિમ ઈચ્છા જોતા વારાણસી લઈ જવામાં આવ્યા. વારાણસીમાં જ મંગળવારે રાત્રે તમણે અંતિમ શ્વામ લીધો.

પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ

શ્યામ નારાયણ શુક્લના નિધનની સુચના મળતા જ આખા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું. ફોન પર લોકોના શોક સંદેશ અને ઘર પર લોકોની અવર જવર મોડી રાત સુધી ચાલતી રહી. તમને જણાવી દઈએ કે શ્યામ નારાયણ શુક્લ થોડા મહિનાથી બિમાર હતા. તેમની મુંબઈમાં સારવાર ચાલી રહી હતી. તબિયતમાં સુધાર ન દેખાવવાના કારણે તેમણે વારાણસીમાં શરીર ત્યાગવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી.

વારાણસીમાં દેહ ત્યાગની કેમ વ્યક્ત કરી ઈચ્છા?

ગયા 15 દિવસ પહેલા રવિ કિશના પિતાને વારાણસી લાવવામાં આવ્યા હતા. મંગળવારની રાત્રે લગભગ 11 વાગ્યે તેમનું નિધન થઈ ગયું હતું. હકીકતે શ્યામ નારાયણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. માંટે તેમણે વારાણસીમાં દેહ ત્યાગની ઈચ્છા વ્યક્ત કરી હતી. માંટે તેમણે વારાણસીમાં જ દેહ ત્યાગની ઈચ્છા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here