BJP સાંસદોનું વર્તન પીએમ મોદી માટે બન્યું માથાનો દુખાવો, હવે લેશે ‘અનુશાસન ક્લાસ

0
32

PM નરેન્દ્ર મોદી માટે અમુક બીજેપી સાંસદોનું વર્તન અને કાર્યશૈલી માથાનો દુખાવો બની ગઈ છે. તો બીજેપી આ અઠવાડિયાથી પોતાના સાંસદો માટે ખાસ વર્કશોપનું આયોજન કરશે. જેને અભ્યાસ વર્ગ નામ આપવામાં આવ્યું છે. આ ક્લાસમાં પાર્ટી પહેલીવાર બનેલાં સાંસદને તેમના અધિકારો, જવાબદારીઓ અને અન્ય વસ્તુઓની જાણકારી આપવામાં આવશે.

બે દિવસીય આ ટ્રેનિંગ સેશન ત્રણ અને ચાર ઓગસ્ટે થશે. અભ્યાસ વર્ગમાં પીએમની સાથે અમિત શાહ અને બીજેપી કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર રહેશે. રવિવારે બીજેપીએ તમામ સાંસદોને અનિવાર્ય રીતે સામેલ થવા માટે જણાવ્યું છે.

બીજા કાર્યકાળમાં પીએમએ સાંસદોમાં અનુશાસન, સમયની પાબંદી અને વારો આવવા પર ન બોલાવાને લઈને ખાસ જોર આપ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષથી મને ફરિયાદ મળી છે કે, કોઈ વિષય પર ચર્ચા થતી હોય ત્યારે જ મંત્રી અને સાંસદ ગેરહાજર રહે છે. સુત્રોનું માનીએ તો આ વર્કશોપમાં એ વાતના પણ સંકેત આપી શકાય છે કે, પીએમ મોદી પોતાના સાંસદો દ્વારા થતાં વિવાદિત નિવેદનો અને ગતિવિધિઓને લઈ ખુબ જ ચિંતિત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here