Wednesday, November 29, 2023
Homeદિયોદર : ભાજપ સંગઠન પર્વ, સદસ્યતા વૃદ્ધિ અભિયાન ૨૦૧૯ તાલુકા સદસ્ય અભિયાન...
Array

દિયોદર : ભાજપ સંગઠન પર્વ, સદસ્યતા વૃદ્ધિ અભિયાન ૨૦૧૯ તાલુકા સદસ્ય અભિયાન શરૂઆત કરાઈ…

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા સમગ્ર દેશમાં ભાજપ સદસ્યતા પર્વની શરૂઆત કરવામાં આવી છે ત્યારે તેના અનુસંધાને આજે દિયોદર તાલુકા ભાજપ પાર્ટી દ્વારા દિયોદર ખાતે રાજયકક્ષાના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને ભાજપ સદસ્યતા વૃદ્ધિ પર્વ નું આયોજન દિયોદર ખાતે આવેલ વાગડ લોહાણા વાડીમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં ભાજપ પાર્ટી ના કાર્યકરો દ્વારા ભાજપ પાર્ટીના સદસ્ય બનવા માટે શું કરવું તે બાબતે કાર્યકરો ને સમજવામાં આવ્યા હતા.

દિયોદર ભાજપ પાર્ટી દ્વારા રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા સંગઠન પર્વ સદસ્યતા અભિયાન નું આયોજન સારું એવું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપ પાર્ટીના કાર્યકરો દ્રારા ભાજપ પાર્ટીના સદસ્ય બનવા માટે શું કરવું તે બાબતે લોકો ને સમજાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ચૌધરી , ભરતભાઈજોષી (વકીલ ) ખરીદી વેંચાણ સંઘ ચેરમેન દિયોદર ઈશ્વરભાઈ તરક,શક્તિ પીઠ રોટીલા જી.પં. સદસ્ય ,ડો. હસમુખભાઈ,રૈયા શક્તિ પીઠ ઇન્ચાર્જ નવીનભાઈ ત્રિવેદી,જિલ્લા કિસાન મોરચા ના મહામંત્રી કોતરવાડા શક્તિ પીઠ ઇન્ચાર્જ ખેંગારભાઈ રાજપૂત ,ચિભડા શક્તિ કેન્દ્ર પ્રમુખ અરજણભાઈ રાજપૂત પરાગભાઈ જોશી,લક્ષ્મણસિંહ વધેલા, તેમજ ભાજપ પાર્ટીના આગેવાનો તેમજ ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…

રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular