રાજ્યસભાનું ‘રમખાણ’ : ભાજપે ખેલ પાડી દીધો, હવે કોંગ્રેસના એક નેતાને જીતાડવા આંતરિક ખેંચતાણ થશે

0
11

ગાંધીનગર. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે, અગાઉ ધારાસભ્ય ના સંખ્યાબળ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠકો મળે તેમ હતું, પરંતુ આમાં ભાજપને એક બેઠક ગુમાવવી પડે તેમ હતી. ત્યારે ભાજપે આ ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતાર્યા અને કોંગ્રેસે પણ 2 ઉતારતા જંગ થઈ ગયો. હવે કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામા બાદ બાજી પલટાઈ ગઈ છે. ભાજપ તો સરળતાથી 3 બેઠક જીતશે પણ કોંગ્રેસનો એક ઉમેદવાર હારશે.

બે દિગ્ગજ નેતામાં એકની જીત પર સવાલ

કોંગ્રેસ એ બે ઉમેદવાર પણ દિગ્ગજ ઊભા રાખ્યા છે, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ. હવે આ બે નેતામાંથી એકની હાર નિશ્ચિત છે ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ જૂથવાદના આધારે પોતાના નેતાને જીતાડવા પ્રયાસ કરશે, પરિણામે ભાજપ સેફ થઈ ગયું પણ કોંગ્રેસમાં નેતાઓ વચ્ચેની આંતરિક લડાઈ થઈ શકે છે,

ભાજપ 3 બેઠક કબજે કરે તો કોંગ્રેસ એક ગુમાવે

ભાજપ જો 3 બેઠક જીતે તો કોંગ્રેસના બે દિગગજ નેતામાંથી એકને હારનો સામનો કરવો પડી શકે છે. ત્યારે હવે બંને ઉમેદવાર ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા પડે એટલું જ નહીં ધારાસભ્યો પણ બે જૂથમાં વહેંચાઈ જાય તેવી શક્યતા છે.

રાજ્યસભા ચૂંટણી વખતે  કોંગ્રેસ તૂટે છે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીએ વધુ એક વખત કોંગ્રેસ પક્ષને નુકશાન પહોંચાડ્યું છે અને ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો જીતવા અગાઉ જ ભાજપે નાંખેલા ખેલ મુજબ આજે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા હવે કોંગ્રેસ પાસે તેના બે ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી કોને રાજ્યસભા માટે ચૂંટવા તે જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here