દહેગામ તાલુકા અને શહેરના ભાજપના પ્રમુખ અને મહામંત્રીની નીમણુક કરવામા આવી

0
35

દહેગામ તાલુકા અને શહેરના પ્રમુખ અને મહામંત્રીની નીમણુક કરવામા આવી

દહેગામ તાલુકા અને શહેરના પ્રમુખ અને મહામંત્રીની નીમણુક અંગેનો કાર્યક્રમ મહાસુખનાથની વાડીમા રાખવામા આવ્યો હતો અને આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરની નવા વર્ષમા સ્નેહમીલન સમારંભ અને તાલુકા અને શહેરના પ્રમુખ અને મહમંત્રીઓની નીમણુક કરવાનો એક કાર્યક્રમ આજે દહેગામ ખાતે આવેલ મહાસુખનાથની વાડીમા ગાંધીનગર જિલ્લા ભાજપના હોદ્દેદારોની હાજરીમા વરણી કરવામા આવી હતી. તેમા જિલ્લા પ્રમુખ નૈલેશભાઈ શાહ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન તેમજ દહેગામ તાલુકા અને શહેરના  ભાજપના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામા આ કાર્યક્રમમા હાજર રહેવા પામ્યા હતા. અને નવા વર્ષ નિમિતે સૌને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી. અને આજના આ પ્રસંગને અનુરૂપ દહેગામ શહેરમાંથી ભાજપ પ્રમુખ તરીકે અમરીશ બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેંદ્ર શર્મા અને મહામંત્રી નીલેશ અમીનની સર્વાનુમતી નીમણુક  કરવામા આવી હતી અને આજે સૌએ ભેગા મળી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

દહેગામ તાલુકામાંથી ભાજપ પ્રમુખ તરીકે  કનુભાઈ પટેલ- સાણોદા મહામંત્રી તરીકે રાજુભાઈ ઠાકોર- ધારીસણા તેમજ મહામંત્રી કીરીટસિંહ બીહોલા- કડાદરાની નીમણુક કરવામા આવી હતી. અને આ નીમણુકોને સૌ આવકારી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. આમ આજે મહાસુખનાથની વાડીમા દહેગામ તાલુકા અને શહેરના પ્રમુખ અને મહામંત્રીની નીમણુકો થતા  સૌ ભાજપના કાર્યકરોએ વધાવીને ટેટા ફોડીને આજના પર્વની ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી અને આજે નવા વર્ષ નિમિતે સૌ ભેગા મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી મીઠુ મોઢુ કર્યુ હતુ. અને આજના આ પર્વને ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામા આવી હતી.

  • દહેગામ ખાતે આવેલ મહાસુખનાથની વાડીમા પ્રથમ શહેરની અને પછી તાલુકાની નવા વર્ષ નિમિતે સભાઓ મળી હતી
  • અને આજે દહેગામ શહેર અને તાલુકા પ્રમુખો અને મહામંત્રીની નીમણુકો થતા ટેટા ફોડીને આ પ્રસંગની ઉજવણી કરવમા આવી હતી
  • આજના આ પ્રસંગે મોટી સંખ્યામા શહેર અને તાલુકાના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ હાજર રહેવા પામ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here