મોદી સરકાર 2.0ની પહેલી વર્ષગાંઠ : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- કોરોના સામે સંપૂર્ણ લડાઈ કેવી રીતે લડાય, એ મોદીએ સાબીત કરી બતાવ્યું

0
9

નવી દિલ્હી.  મોદી સરકારના બીજા કાર્યકાળને શનિવારે એક વર્ષ  પુરુ થયું છે.આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધી ગણાવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સરકારે અનુચ્છેદ 370 હટાવ્યો અને ત્રણ તલાક પ્રથા નાબૂદ જેવા કાયદા બનાવીને ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. કોરોના મહામારી સામેની સંપૂર્ણ લડાઈ કેવી રીતે લડાય એ મોદીએ સાબીત કરીને બતાવ્યું છે.

ભાજપે ‘બડે ફેસલે.. કમ હુએ ફાસલે’વીડિયો શેર કર્યો 

મોદી સરકારનું એક વર્ષ પુરુ થવા પર ભાજપે  ‘બડે ફેસલે.. કમ હુએ ફાસલે’ થીમ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયો 9 મિનિટ 55 સેકન્ડનો છે. જેમાં સરકારના કામકાજ અને નિર્ણયોને બતાડવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here