Saturday, June 3, 2023
Homeગુજરાતભાજપે પાંજરાપોળની જમીનનું કૌભાંડ કર્યું: અમિત ચાવડા

ભાજપે પાંજરાપોળની જમીનનું કૌભાંડ કર્યું: અમિત ચાવડા

- Advertisement -

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીએ ખુલાસો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મુદ્દે ખુલાસો કર્યો છે. એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે રૂપાણી પર આરોપો લાગ્યા છે. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે છે. હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી.

લાંગા કથિત પત્રને બદલે પોતાના નામે પત્ર લખીને સત્ય ઉજાગર કરે. મારા કાર્યકાળ દરમ્યાન લાંગા સામે ભ્રષ્ટ્રાચાર કર્યાનાં આરોપ લાગ્યા હતા. પંચમહાલમાં ભ્રષ્ટ્રાચાર બાબતે મેં જ લાંગા વિરૂદ્ધ તપાસ કરાવી હતી. અમદાવાદ નજીક આવેલા મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો છે. મુલાસણાની પાંજરાપોળની જમીન બિલ્ડર અને મળતિયાને પધરાવવાનો આરોપ હતો. ત્યારે એસ.કે.લાંગા ગાંધીનગર કલેક્ટર હતા તે સમયે કૌભાંડ થયું હતું. એસ.કે.લાંગની સામે ગાળિયો કસાતા એક નનામો પત્ર વાયરલ કરાયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે નનામા પત્રમાં રૂપાણીએ જમીનને લઈને અનેક આદેશ આપ્યા હોલાનો ઉલ્લેખ છે. તેમજ પત્ર સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ જવાબ આપ્યો છે.

ગાંધીનગરમાં જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે પાંજરાપોળની જમીનનું કૌભાંડ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓએ સરકારના ઈશારે આ કૌભાંડ આચર્યું છે. કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આરોપ લાગ્યો છે. ત્યારે વિજય રૂપાણી અને પૂર્વ મહેસુલ મંત્રી સામે કાર્યવાહિની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ફરિયાદ નોંધાઈ એટલે કૌભાંડ સ્પષ્ટ છે. ગાંધીનગર જમીન કૌભાંડ પર સરકાર સ્પષ્ટતા કરે. સરકાર જમીનનો કબજો પરત લે અને જમીન પર થતા બાંધકામ અટકાવે. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 50 હજાર કરોડ કરતા વધુનું કૌભાંડ થયું છે. હાઈકોર્ટે સુઓમોટો કરી હાઈકોર્ટની દેખરેખ હેઠલ તપાસ કરે. તેમજ SITની રચના કરી તપાસ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular