પશ્ચિમ બંગાળ-ઉતરાખંડમાં ચાર ધારાસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ડંકો

0
0

કોલકતા તા.28
પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ મેદાન મારી ગયુ હોય તેમ ત્રણમાંથી બે બેઠકો પર જીતના માર્ગે છે. સતાધારી તૃણમુલ કોંગ્રેસનાં ઉમેદવાર માત્ર એક બેઠક પર સરસાઈ ધરાવી રહ્યા છે.


પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માં યોજાવાની છે તે પૂર્વે મમતા બેનર્જી માટે લીટમસ ટેસ્ટ સમી આ પેટા ચૂંટણી 25 મી નવેમ્બરે યોજાઈ હતી અને આજે સવારથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. સતાધારી તૃણમુલ કોંગ્રેસને ભાજપ તરફથી મોટો પડકાર હતો. લોકસભા ચૂંટણી પછી બન્ને પક્ષો પ્રથમ વખત સામસામા આવ્યા છે. પ્રાથમીક ટ્રેંડ પ્રમાણે ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની સરસાઈ છે જયારે એકમાં, તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારને લીડ છે. ખાલી પડેલી ત્રણ બેઠકો એક ભાજપની, એક કોંગ્રેસની અને એક તૃણમુલ કોંગ્રેસની હતી.
લોકસભા ચૂંટણીમાં 18 બેઠક મેળવનાર ભાજપ તથા સતાધારી તૃણમુલ કોંગ્રેસ માટે પેટા ચૂંટણી અગ્નિપરીક્ષા ગણાતી હતી.
બીજી તરફ ઉતરાખંડમાં એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને પ્રારંભીક સરસાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here