દિલ્હીનું તેડું આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કચ્છ પ્રવાસ રદ.

0
3

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક પર આગામી 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ઠેર ઠેર પ્રવાસ યોજીને પ્રચાર સભાઓ યોજી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ આજે કચ્છના અબડાસામાં ચૂંટણી પ્રચાર અર્થે સભા ગજવવાના હતાં પણ દિલ્હીથી હાઈકમાન્ડનું તેડું આવતાં તેમને પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અગાઉ પણ કોરોના કાળના કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.

રાજકોટ આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
(રાજકોટ આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની)

 

સ્મૃતિ ઈરાનીનો પ્રચાર કાર્યક્રમ

ભાજપના 30 સ્ટાર પ્રચારકો હવે 8 બેઠકો કબજે કરવા પ્રચારમાં લાગી ગયાં છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે શુક્રવારે 23 ઓક્ટોબરે સવારે 10 કલાકે મોરબીમાં બ્રિજેશ મેરજાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધશે. ત્યાર બાદ બપોરે દોઢ વાગ્યો લીંબડીમાં કિરીટસિંહ રાણાના સમર્થનમાં સભા ગજવશે. આ ઉપરાંત બપોરે 4.30 કલાકે ગઢડા બેઠક પર આત્મારામ પરમારનાં સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. છેલ્લે રાત્રે 8.00 કલાકે કરજણ બેઠક પર અક્ષયભાઈ પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા પણ સભાઓ ગજવશે

જ્યારે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમભાઈ રૂપાલા આજે શુક્રવારે 23 ઓક્ટોબરે ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર જે.વી. કાકડિયાના સમર્થનમાં સવારે 10 કલાકે બગસરા ખાતે અને બપોરે 3.00 કલાકે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠી શ્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે 6.00 કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે 8.00 કલાકે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here