સુરત : BJP પ્રદેશ પ્રમુખ પાટીલના સ્વાગત બેનર પર કાળી શાહી લગાવાઈ, નીતિન પટેલ સિવાય તમામ નેતાના ચહેરા ‘કાળા’ કર્યા

0
11

સુરત. આજે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સુરત આવી રહ્યા છે. જેને લઈને તેમના સ્વાગતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તેમના સ્વાગતમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. જોકે, રાત્રી દરમિયાન કેટલાક ઈસમો દ્વારા બેનરના વડાપ્રધાન,  મુખ્યમંત્રી, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવી છે. જેથી વિરોધ ઉઠી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બેનર પરના ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરા પર શાહી ન લગાવવામાં આવતા પટેલ અને પાટીલ વચ્ચે વોર બહાર આવી રહ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

વરાછા વિસ્તારમાં 15-20 જેટલા બેનરો પણ શાહી લગાવાઈ

યોગિચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કર્ફ્યુના સમયમાં બેનર લાગ્યા હતા. જેનો સ્થાનિક દ્વારા સહી લગાડી વિરોધ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની રેલી પૂર્વે વિરોધ બહાર આવ્યો છે. કાપોદ્રા ફૂટ ઓવર બ્રિજ પર લાગેલા બેનરમાં તમામ નેતાઓના મોઢા પર પણ શાહી લગાડવામાં આવી છે. જ્યારે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરાના કોરો રાખવામાં આવ્યો છે. આ સાથે કાવતરાખોર સામે કડક પગલાં ભરવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વરાછા વિસ્તારના 15-20 જેટલા બેનરો પણ સહી લગાડવામાં આવી છે.

કાળી શાહીવાળા બેનર હટાવાયા

સી.આર પાટીલના કાર રેલીના રૂટ પર લગાવાયેલા બેનર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. જેની જાણ થતા જ ભાજપીઓ દ્વારા બેનર હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યને પાર પાડનારાઓ વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ પણ કરાઈ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here