વડોદરા : ભાજપના વોર્ડ પ્રમુખે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા, કાર્યકરોનું ટોળુ ભેગુ કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

0
8
  • તુલસીવાડીમાં ઘરની બહાર મ્યુઝિક સિસ્ટમ લગાવીને ભાજપના વોર્ડ નં-7ના પ્રમુખે કેક કાપી
  • ભાજપના કાર્યકરોને ભેગા કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા

વડોદરા. વડોદરા શહેરમાં ભાજપના વોર્ડ નં-7ના પ્રમુખે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરા શહેરની તુલસીવાડીમાં ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે કાર્યકરોના ટોળા ભેગા કરીને મ્યુઝિક સિસ્ટમના તાલે જન્મદિવસની ઉજવણી કરી હતી. અનિલ પરમારના જન્મદિવસની ઉજવણીમાં કેક પટિંગ સમયે મોટી સંખ્યા ભાજપના કાર્યકરો ભેગા થયા હતા.

ભાજપના વોર્ડ પ્રમુખે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા

કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેડ ઝોન નાગરવાડા પાસે આવેલી તુલસીવાડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે તુલસીવાડીમાં પોતાના ઘરની બહાર રસ્તા ઉપર જ જન્મદિવસની ઉજવણ કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here