કર્ણાટકની સત્તામાં BJP સરકાર પાછી આવશે: યેદિયુરપ્પપા

0
0

બેંગાલુરુ, તા. 16 જુલાઈ 2019 મંગળવાર

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષનેતા અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી રાજ્યમાં સત્તામાં પાછી આવશે અને જનતાદળ-કોંગ્રેસ ગઠબંધન સરકારની હાર નિશ્ચિત છે.

યેદિયુરપ્પાએ કહ્યુ 6 કરોડથી વધારે લોકો આ બિનકાર્યકારી ગઠબંધન સરકારમાંથી છુટકારો ઈચ્છે છે અને તેમની આ ઈચ્છા ગુરુવારે પૂરી થઈ જશે કેમ કે જ્યારે વિધાનસભામાં વિશ્વાસ મત લાવવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી બહુમત સાબિત કરી શકશે નહીં.

તેમણે કહ્યુ કે 19 જુલાઈએ આ સરકારનું પડવુ નિશ્ચિત છે અને એવુ જ થશે. ભાજપ ત્રણ દિવસની અંદર નવી સરકારની રચના કરશે. આ સરકારને બની રહેવા માટે ઓછામાં ઓછા 6 ધારાસભ્યોના સમર્થન જોઈએ પરંતુ અસંતુષ્ટ ધારાસભ્યનો દ્રઢ સંકલ્પ છે અને સરકારમાં તેમના પાછા ફરવાની કોઈ સંભાવના નથી.

યેદિયુરપ્પાએ કહ્યુ કે મુખ્યમંત્રી વિશ્વાસ મત પ્રાપ્ત કરી શકશે નહીં પરંતુ તેઓ ગુરુવારે વિદાય પ્રવચન આપી શકે છે. તેમણે કહ્યુ કે ભાજપ ધારાસભ્ય 19 જુલાઈ સુધી શહેરના બાહરી વિસ્તારના રામદા રિસૉર્ટમાં રોકાશે અને તે પણ આજે તેમની સાથે જોડાયેલા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here