Friday, April 19, 2024
Homeદહેગામ નગરપાલિકા ના વોર્ડ ૭ ની પેટા ચુંટણી મા ભાજપ ના ઉમેદવાર...
Array

દહેગામ નગરપાલિકા ના વોર્ડ ૭ ની પેટા ચુંટણી મા ભાજપ ના ઉમેદવાર નો ભવ્ય વિજય

- Advertisement -

દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ની પેટા ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવારનો કારમો પરાજય આપી ભાજપના ઉમેદવાર ૮૯૬ ના વોટથી ભવ્ય વિજય મેળવ્યો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર ૭ ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચુંટણી જાહેર થઈ હતી તે મતદાન ૭ મી જુલાઈને રવીવારે યોજાયુ હતુ. અને તેમા ૭૨.૨૪ ટકા મતદાન થવા પામ્યુ હતુ. અને બને ઉમેદવારો મહિલાઓ વચ્ચે જંગ ખેલાયો હતો. અને કુલ ૩૮૧૯ મતદારો પૈકી ૨૭૫૯ મતદરોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમા આજે દહેગામ ભાજપના ઉમેદવાર કીંજલબેન સંજયકુમાર ચૌહાણ અને કોંગ્રેસના ઉમેદવાર વીનાબેન ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. અને આ ચુંટણી ખુબ જ રસાકસી સાથે યોજવામા આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એકબીજાની જીતના દાવા મુક્યા હતા. ત્યારે આ ચુંટણી પ્રક્રીયા પુર્ણ થતા આજે દહેગામ સેવાસદન કચેરી ખાતે ચુંટણી અધિકારી દ્વારા મતગણતરી હાથ ધરવામા આવી હતી. અને ચુંટણી મતગણતરી પ્રક્રીયા પુર્ણ થતા ચુંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર કીંજલબેન સંજયકુમારને વિજય ઘોષિત કર્યા હતા. અને ભાજપના ઉમેદવારને ૧૭૭૨ વોટ મળ્યા હતા. અને કોંગ્રેસના ઉમેદવાર ૮૭૬ મત મળતા ભાજપના ઉમેદવાર કીંજલબેન ૮૯૬ મતે કોંગ્રેસના ઉમેદવારને કારમો પરાજય આપી જંગી બહુમતીથી વિજેતા જાહેર થયા હતા. અને આજે મામલતદાર કચેરી આગળ મતગણતરી સમયે મોટી સંખ્યામા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ની ભારે ભીડ જોવા મળી હતી. અને ભાજપના ઉમેદવારનો વિજય થતા કાર્યકર્તાઓ દ્વારા સાદાઈથી તેમનો વિજય ઉત્સવ મનાવવામા આવ્યો હતો. અને આ વિજયી ઉમેદવાર ભાજપ કાર્યાલય આવતા દહેગામ નગરપાલિકા ભાજપ પ્રમુખ બીમલભાઈ અમીન અને અન્ય આગેવાનો દ્વારા તેમનુ ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને તેમનુ જીતના અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

બાઈટ : બીમલભાઈ અમીન (નગરપાલિકા પ્રમુખ, ભાજપ, દહેગામ )

 

 

  • દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર ૭ ની ખાલી પડેલી બેઠક માટે ચુંટણી યોજાઈ
  • ૭ મી જુલાઈએ ચુંટણી યોજાઈ હતી તેમા ૭૨.૨૪ ટકા મતદાન થવા પામ્યુ હતુ તેમા કુલ ૩૮૧૯ મતદારો પૈકી ૨૭૫૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
  • આજે દહેગામ સેવાસદન કચેરી ખાતે મતગણતરીની પ્રકીયા ચાલુ થવા પામી હતી
  • તેમા ભાજપના ઉમેદવાર કીંજલબેનને ૧૭૭૨ વોટ મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર વીનાબેનને ૮૭૬ વોટ મળતા ભાજપના ઉમેદવાર કીંજલબેન ૮૯૬ ના વોટથી જંગી બહુમતીથી વિજય થયા હતા
  • ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર ૭ મા વિજય ઘોષિત થતા સાદાઈથી ભાજપના કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવી ભાજપ કાર્યાલય ખાતે આ ઉમેદવારનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular