Monday, January 24, 2022
Homeથલતેજ સહિત 6 વોર્ડમાં ભાજપ અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી, ઓવૈસીની...
Array

થલતેજ સહિત 6 વોર્ડમાં ભાજપ અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી, ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ

દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે. દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ, ગોતા, બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. બંને મતગણતરી સ્થળે પોલીસ, મતગણતરી એજન્ટ, રાજકીય પાર્ટીના નેતાઓ અને અન્ય લોકો ઉમટ્યા છે. બંને સ્થળે સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી, ઈવીએમના મતની ગણતરી શરૂ થઈ છે. ત્યારે 40 લાખ પૈકીના માત્ર 19 લાખ લોકોનું 42% મતદાન કોને તારશે? કોને ડુબાડશે? મતગણતરીમાં 91 બેઠકના 771 ઉમેદવારોનાં ભવિષ્ય નક્કી થશે.

છેલ્લા 15 વર્ષનું સૌથી ઓછું મતદાન 2021માં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે. ત્યારે નજર રહેશે કે છેલ્લા 15 વર્ષમાં નોઁધાયેલું સૌથી ઓછું મતદાન 191 બેઠકના 771ના ઉમેદવારને હરાવે છે કે, જીત અપાવે છે. જ્યારે ઓછા મતદાને ભાજપ-કોંગ્રેસ જ્યારે નવા આવેલા AAP તેમજ અપક્ષ ઉમેદવારોની ચિંતા વધારી છે. 2005માં સૌથી ઓછું 30.39 ટકા, 2010માં 44.12 ટકા અને 2015માં 46.51 ટકા મતદાન થયું હતું.

બંને સ્થળની હાલની સ્થિતિ

ગુજરાત કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. પોલીસ 30થી વધુ જવાન ગેટ પર તૈનાત, તમામ ઉમેદવાર અને એજન્ટોનું સઘન ચેકિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત કોલેજની ફરતે પોલીસે રસ્તા બંધ કરી બેરિકેડિંગ કર્યું છે. એલ. ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વાહન લઇને જવા પર પ્રતિબંધ છે. જ્યારે પોલીસ ઉપરાંત BSFનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઇને આવી શકશે.

દૂર વાહનો મૂકીને મતગણતરીના એજન્ટોએ ગુજરાત કોલેજ પહોંચવું પડ્યું

દૂર વાહનો મૂકીને મતગણતરીના એજન્ટોએ ગુજરાત કોલેજ પહોંચવું પડ્યું

મતગણતરી એજન્ટો અટવાયા

ગુજરાત કોલેજની ફરતે રોડ બંધ કરાતા મતગણતરીના એજન્ટો અટવાયા હતા. એક 1 કિલોમીટર દૂર વાહન મૂકીને ગુજરાત કોલેજમાં આવવું પડ્યું હતું. 100થી વધારે મતગણતરી એજન્ટો ને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ અપાયો ન હતો.

ખાનપુર ખાતેનું ભાજપ કાર્યાલય

ખાનપુર ખાતેનું ભાજપ કાર્યાલય

ભાજપ કાર્યાલયે ઠંડો માહોલ

ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપે કાર્યાલય ખાતે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ગોઠવી રાખી છે. જેથી સારા પરિણામથી કાર્યાલય બહાર ઉજવણી થઈ શકે. હાલ કોઈ નેતા કાર્યાલય પર હાજર નહીં.

ગુજરાત કોલેજ ખાતે આ 24 વોર્ડની મતગણતરી

ગુજરાત કોલેજમાં દાણીલીમડા, મણીનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર, ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર, જોધપુર, વેજલપુર, સરખેજ, નવાવાડજ, નારણપુરા, એસ.પી.સ્ટેડીયમ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, નિકોલ, વિરાટનગર અને ઓઢવ વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવી છે.

એલ ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પૂર્વે હલચલ

એલ ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પૂર્વે હલચલ

એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ 24 વોર્ડની મતગણતરી

એલ. ડી. એન્જિનિયરિંગ કેન્દ્રમાં સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, સરસપુર-રખીયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, બહેરામપુરા, લાંભા, વટવા, સૈજપુરબોઘા, ઇન્ડીયાકોલોની, ઠક્કરબાપાનગર, થલતેજ, મક્તમપુરા, બોડકદેવ, પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વોર્ડમાં થયેલા મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવી છે.

એલ ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે BSFનો બંદોબસ્ત

એલ ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે BSFનો બંદોબસ્ત

પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવાઈ

અમદાવાદના 24 વોર્ડની મત ગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ્યારે બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે. બંને મત ગણતરી સ્થળે પ્રશાસને અહીં વ્યવસ્થાના ભાગરૂપે તમામ આયોજન કર્યું છે. અહીં થ્રી લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઈલેક્શન સ્ટાફ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેવી રીતે બેઠક વ્યવસ્થા, CCTV રૂમ, મીડિયા રૂમ, દરેક સ્થળોએ LED ડિસ્પ્લે ગોઠવવામાં આવી છે.

ઉમેદવારો અને મતગણતરી એજન્ટો ગુજરાત કોલેજ ખાતે પહોંચ્યા

ઉમેદવારો અને મતગણતરી એજન્ટો ગુજરાત કોલેજ ખાતે પહોંચ્યા

191 બેઠક માટે 771 ઉમેદવારો વચ્ચે જંગ છે

અમદાવાદની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1705 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 48 વોર્ડની 191 બેઠક માટે 771 ઉમેદવાર ચૂંટણી લડી છે. જ્યારે 907 ફોર્મ રદ્દ થયા હતા અને 24 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. જેમાં એક સીટ બિનહરીફ જાહેર થઈ હતી. જેમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે.

EVMમાં કેદ મતોની ગણતરી હાથ ધરાશે

EVMમાં કેદ મતોની ગણતરી હાથ ધરાશે

4 કારણોથી મતદાન ઓછું થયું…

કોઈ મોટો મુદ્દો ન હોવાથી એક પક્ષની તરફેણમાં મોજું જોવા મળ્યું ન હતું

મતદાન મથકો બદલાવા ઉપરાંત મતદાર યાદીમાંથી નામો ગાયબ થયાં

મતદાન મથકે ભીડ થાય તો કોરોનાનો ચેપ લાગવાના ડરથી લોકો નીકળ્યા નહીં

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવ અને મોંઘવારી સામે લોકોમાં નારાજગી

સૌથી ઓછું 29.30% નવરંગપુરામાં સૌથી વધુ 51.35% મતદાન લાંભામાં

પૂર્વ અમદાવાદની સરખામણીએ પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા વિસ્તારોમાં મતદાન ઓછું નોંધાયું હતું. સૌથી વધુ 51.35 ટકા મતદાન લાંભામાં જ્યારે સૌથી ઓછું 29.30 ટકા નવરંગપુરામાં થયું હતું.

વોર્ડ મતદાન
ગોતા 43.06%
ચાંદલોડિયા 34.72%
ચાંદખેડા 39.42%
સાબરમતી 39.02%
રાણીપ 40.25%
નવા વાડજ 39.26%
ઘાટલોડિયા 41.08%
થલતેજ 38.14%
નારણપુરા 35.34%
સ્ટેડિયમ 38.84%
સરદારનગર 39.71%
નરોડા 37.46%
સૈજપુર બોઘા 43.65%
કુબેરનગર 45.99%
અસારવા 49.48%
શાહીબાગ 47.29%
શાહપુર 43.11%
નવરંગપુરા 29.30%
બોડકદેવ 32.28%
જોધપુર 34.52%
દરિયાપુર 48.55%
ઈન્ડિયાકોલોની 45.33%
ઠક્કરબાપાનગર 38.97%
નિકોલ 43.33%
વિરાટનગર 47.94%
બાપુનગર 48.70%
સરસપુર-રખિયાલ 48.35%
ખાડિયા 47.87%
જમાલપુર 41.83%
પાલડી 36.86%
વાસણા 40.74%
વેજલપુર 41.96%
સરખેજ 40.89%
મકતમપુરા 46.25%
બહેરામપુરા 45.44%
દાણીલીમડા 45.57%
મણિનગર 40.02%
ગોમતીપુર 51.26%
અમરાઈવાડી 45.70%
ઓઢવ 48.77%
વસ્ત્રાલ 46.25%
ઈન્દ્રપુરી 43.75%
ભાઈપુરા-હાટકેશ્વર 42.90%
ખોખરા 3.28%
ઈસનપુર 41.98%
લાંભા 51.35%
વટવા 40.57%
રામોલ-હાથીજણ 46.47%

મતદાનમાં ભારે નીરસતા જોવા મળી

એક તરફ ભાજપમાં 100 જેટલાં કોર્પોરેટરોને કાપીને નવા કોર્પોરેટરોને સ્થાન અપાયું ત્યારે કેટલાક દિગ્ગજ નેતાઓ પણ કપાયા હોઇ, મતદાન કેન્દ્રો પર મતદાનમાં ભારે નીરસતા જોવા મળી હતી. એક સમયે આ દિગ્ગજો કાર્યકરોને ઉત્સાહિત કરીને લોકોને મતદાન મથક સુધી ખેંચી લાવવા આદેશો આપતા હતા. આ વખતે આ નેતાઓ સક્રિય ન થતાં મતદાન પર સીધી અસર જોવા મળી હતી. કપાયેલા નેતાઓ મતદાન માટે બહાર નીકળ્યા અને પછી ન દેખાતાં, લોકોને મતદાન મથક સુધી લઇ જવા માટે કામે લાગ્યા ન હતા. ભાજપે જે રીતે ટિકિટ વહેંચણી કરી તેનાથી પણ કાર્યકરોમાં નારાજગી હતી અને તેઓ નિષ્ક્રિય રહ્યા. મોટા નેતા સક્રિય ન થતાં મતદારોને બહાર કાઢવામાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા. આઇ.કે. જાડેજા પણ પૂર્વના વિસ્તારમાં મોડી સાંજ સુધી ઉમેદવારો પાસે રિપોર્ટિંગ લેતા હતા.

મતદાન કરવા મતદારો પોલિંગ બૂથ પહોંચ્યા હતા

મતદાન કરવા મતદારો પોલિંગ બૂથ પહોંચ્યા હતા

ભાજપે 1 બેઠક જીતી કોંગ્રેસે 1 ગુમાવી દીધી

કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. અમદાવાદમાં ઉમેદવાર પસંદગી સમયે કોંગ્રેસે પોતાના ઉમેદવારો પાસે પક્ષ પલટો ન કરવાના સોગંદનામા કરાવ્યા હતા. તેમ છતાં નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા હતા અને પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા હતા. ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે વગર મતદાને 192 બેઠકો પૈકી 4 બેઠકો ગુમાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની 188 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તેની સામે ભાજપે વગર ચૂંટણીએ એક બેઠક જીતી લીધી છે અને 191 બેઠકો ઉપર ચૂંટણી લડી છે.

નારણપુરા વોર્ડમાં બિન્દા સુરતીને બિનહરીફ જાહેર કરાયા, તેઓ અમદાવાદમાં પહેલા કાઉન્સિલર બન્યા

નારણપુરા વોર્ડમાં બિન્દા સુરતીને બિનહરીફ જાહેર કરાયા, તેઓ અમદાવાદમાં પહેલા કાઉન્સિલર બન્યા

ઉમેદવારોની પક્ષવાર સ્થિતિ

ભાજપ 191
કોંગ્રેસ 188
આપ 155
બહુજન સમાજ પાર્ટી 54
માર્કસવાદી 4
ભારતીય સમાજવાદી પક્ષ 2
સમાજવાદી પાર્ટી 1
જનતાદળ(યુ) 1
જનતાદળ(સેકયુલર) 3
અન્ય 86
અપક્ષ 86
કુલ 771
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular