BJPના મહિલા ધારાસભ્યને થપ્પડ મારી, લોકોએ હુમલાખોરની પીટાઇ કરી

0
30

અંબાલા, તા. 13 ઓગસ્ટ 2019 મંગળવાર

હરિયાણાના ભાજપના મહિલા ધારાસભ્યને એક માણસે જાહેરમાં થપ્પડ મારી દેતાં હાજર રહેલા લોકોએ એ માણસને ઢોરમાર માર્યો હતો.

અંબાલા જિલ્લાના એક ગામમાં મહિલા ધારાસભ્ય સંતોષ સારવાન જાહેર સભાને સંબોધવા આવ્યાં હતાં. સંતોષજી પોતાના મતદારો સાથે તેમની સમસ્યાની વાતો કરી રહ્યા હતાં ત્યારે પોતાની સમસ્યા વર્ણવવાના બહાને એક માણસ તેમની પાસે ગયો. પહેલાં પોતાની મુશ્કેલી વર્ણવી અને પછી સંતોષજીને એક થપ્પડ મારી દીધી.

ત્યાં હાજર રહેલા લોકોની ભીડે એ યુવાનને દબોચી લીધો હતો અને ઢોરમાર મારીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ માણસ સામે કેસ નોંધ્યો હતો. એવી માહિતી મળી હતી કે તલવિંદર સિંઘ નામનો આ માણસ માનસિક બીમારીનો ભોગ બનેલો છે. જો કે એ પોતાની કઇ સમસ્યા લઇને ધારાસભ્ય પાસે ગયો હતો એની વિગતો હજુ મળી નથી. નારાયણગઢના ડીએસપી અમિત કુમારે કહ્યું હતું કે સરદેહડી ગામના સરપંચ જલ સિંઘની ફરિયાદ પરથી તલવિંદર સિંઘ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here