સુરત : ભાજપના મહિલા કાઉન્સિલર બન્યા આત્મનિર્ભર, લોકડાઉનમાં ઘર બેઠા શાકભાજી વેચાણ શરૂ કર્યું

0
13

સુરત. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં લોકોને આત્મનિર્ભર થવા અંગે હાકલ કરી હતી. જેની અસર સુરતના મહિલા કોર્પોરેટરમાં દેખાઈ હોય તેવો વીડિયો અને ઓડિયો સામે આવ્યો છે. ભટાર વોર્ડ નંબર 22ના મહિલા કોર્પોરેટર પુષ્પા પટેલ પોતાના ઘરેથી જ શાકભાજી અને ફળો વેચતા હોવાનું સામે આવી રહ્યું છે. આ શાકભાજી કોંગ્રેસના સભ્યોએ પણ ખરીદ્યું છે. જો કે, લોકડાઉનમાં શાકભાજી વેચાણના પાલિકા દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ કાઉન્સિલર દ્વારા ઘરેથી થતાં વેચાણને લઈને સવાલો ઉભા થયા છે.

ઘર બેઠા વેચાણ શરૂ કરાયું

ભાજપના વોર્ડ નંબર 22ના મહિલા કાઉન્સિલર પુષ્પા પટેલ પોતાના ઘરેથી શાકભાજીનું વેચાણ કરી રહ્યાંનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે. વીડિયો સાથે સામે આવી રહેલા ઓડિયોમાં તેઓ બોલતા સંભળાય છે કે, ગિલોડા અને ભીંડા છે. ચીકૂ કે અન્ય ફ્રૂટનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. હાલ પાલિકા દ્વારા વધતા કોરોનાને કાબૂમાં લેવા માટે શાકભાજીના વેચાણ પર પાલિકાએ પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ભટાર ખાતે આવેલા કૃષ્ણા પેલેસથી કાઉન્સિલર શાકભાજી વેચી રહ્યા છે.કોંગ્રેસી કાર્યકર ઓર્ડર આપી ખરીદી કરવા નિવાસસ્થાને પહોંચીને સ્ટીંગ ઓપરેશન દ્વારા કાઉન્સિલર નફો રળતા હોવાનું આરોપ લગાવ્યો છે.

ઘરની વાડીના શાકભાજી છે

મહિલા કાઉન્સિલ પુષ્પા પટેલ ઓડિયોમાં જણાવે છે કે, ઘરની વાડીએથી શાકભાજી અને ફ્રૂટ આવે છે. જેથી આસપાસના લોકોને તેઓ આપે છે. સાથે જ તેઓ ઓડિયોમાં એમ પણ કહે છે કે, જે સ્ટોકમાં હોય છે એ જ વેચાણ કરવામાં આવે છે. જો કે, પાલિકાના નિયમ અંગે ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા શાકમાર્કેટમાં વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. ખેડૂતો દ્વારા થતાં વેચાણ પર તેની કોઈ અસર ન થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here