કોરોનાનો કહેર : ભાજપના કાર્યકરો સાંજે 7 વાગ્યે પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરી માતાજીની આરધાના કરશે

0
10

દેશભરમાં કોરોનાના કહેરના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રામનવમી અને ચૈત્ર નવરાત્રીના નવમા નોરતા નિમિત્તે સાંજે 7થી8 વાગ્યા દરમિયાન પોતાના નિવાસ્થાને રહીને મંગલ દીપ પ્રગટાવી આરતી ઉતારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને ભાજપના તમામ કાર્યકર્તાઓ દ્વારા પોતાના નિવાસ્થાને મંગલ દીપ પ્રગટાવીને આરાધના કરવામાં આવશે અને કોરોના વાઈરસ મહામારીની આફતમાંથી મુક્ત થવા અને જનજીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના કરવામાં આવશે તેમ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે સૌ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 21 દિવસના લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરીએ. ‘Social Distancing’ નું પાલન કરીએ, સંકટના સમયમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પૂર્ણ સહકાર આપીએ, આપણે સૌ જેટલા વધુ સાવચેત રહીશું અને સરકારના આદેશ અને સૂચનોનું ચુસ્ત પાલન કરીશું તેટલા વધુ ઝડપથી આ મહામારીમાંથી ઉગરી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here