રાજનીતિ / મમતા બેનર્જીના આરોપ મામલે ભાજપનો પડકાર, દમ હોય તો તે ધારાસભ્યને સામે લાવો

0
0

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર ધારાસભ્ય ખરીદવાનો આરોપ લગાવ્યો છે ત્યારે હવે ભાજપના નેતા દિલીપ ઘોષે તેનો જવાબ આપતા કહ્યું કે, TMC આરોપ લગાવી રહી છએ કે, તેમના ધારાસભ્યોને અમે ભાજપમાં જોડાવા બદલ 2 કરોડ રૂપિયા અને એક પેટ્રોલ પંપની ભેટ આપી છે.

તેમણે વધુમાં TMC માં એવો કોઇપણ ધારાસભ્ય પણ નથી કે જે આવડી મોટી રકમનું હકદાર હોય. પ્રજાને એ પણ ખબર નહોંતી કે ધારાસભ્ય કોણ છે..? TMCના ધારાસભ્યોની કોઇ લોકપ્રિયતા જ નથી. દિલીપ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જીને પડકાર આપું છું કે પોતાના ધારાસભ્યને સામે લાવે જેને આવી ઓફર અમે કરી હોય. ઘોષે કહ્યું, લોકોને તો એ પણ ખબર નથી કે તેમના ધારાસભ્ય કોણ છે.

 

આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ કોલકત્તામાં એક રેલીને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હું સમય કરતા વહેલા આવી કારણ કે રસ્તાઓ પર લાખો લોકો ઉભા છે કેટલાય સમર્થક છે, તેમણે વધુમાં કહ્યું કે, હજી સુધી ટ્રેન ભાજપના કબ્જામાં છે માટે તેમણે ટ્રેનોને રોકી રાખી છે પરંતુ તેમને ખબર હોવી જોઇએ કે, સુરજ વાદળોની પાછળ પણ ચમકતો હોય છે.

આ રેલી દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ પર ધારાસભ્યોને 2 કરોડ અને પેટ્રોલ પંપ આપવાની ઓફર આપવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું, ભાજપ અમાા ધારાસભ્યોને 2 કરોડ અને પેટ્રોલ પંપ આપવાની ઓફર કરી રહ્યું છે. આવું ભાજપે કર્ણાટકમાં પણ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here