ગાંધીનગર : ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટીમમાંથી બાદબાકી

0
11

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. તે ઉપરાંત મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકવામાં આવ્યાં છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર,સી, ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે.

7 જાન્યુ.એ 5 મહામંત્રી, 7 ઉપપ્રમુખ અને 8 મંત્રી સહિત 22 સભ્યોની ટીમ પાટીલ જાહેર કરી હતી

આ પહેલા 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.

13 સભ્યોની પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ

ક્રમ નામ જવાબદારી
1 સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ
2 વિજય રૂપાણી મુખ્યમંત્રી
3 નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી
4 પુરુષોત્તમ રૂપાલા સભ્ય
5 આર.સી.ફળદુ સભ્ય
6 સુરેન્દ્ર પટેલ સભ્ય
7 ભુપેન્દ્રસિંહ ચુડાસમા સભ્ય
8 જસવંતસિંહ ભાભોર સભ્ય
9 ભીખુભાઈ દલસાણિયા સભ્ય
10 રાજેશભાઈ ચુડાસમા સભ્ય
11 કાનાજી ઠાકોર સભ્ય
12 ડૉ. કિરીટભાઈ સોલંકી સભ્ય
13 પ્રદેશ પ્રમુખ મહિલા મોરચો સભ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here