મંદીના માહોલ પર ભાજપનું મૌન રહેવું ખતરનાક, નિવેદનો અને અફવાથી કામ નહીં ચાલેઃ પ્રિયંકા ગાંધી

0
0

આર્થિક મંદી વચ્ચેની અટકળો વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, રોજ આવી રહેલા મંદીના સમાચાર અને દરરોજ ભારતીય જનતા પાર્ટીની સરકારનું તેના પર મૌન બંને ઘણા ખતરનાક છે.

કેન્દ્ર સરકાર પાસે તેનો કોઇ ઉકેલ નથી, ન દેશવાસીઓને ભરોસો આપી શકે તેટલી તાકાત, માત્ર બહાના આપવા અથવા નિવેદન તેમજ અફવા ફેલાવાથી કામ ચાલશે નહીં.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધી રહ્યાં છે. આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં વીજળી દરમાં વધારાને લઇને યોગી સરકારને આડે હાથ લીધી હતી. ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે યૂપીમાં ભાજપ સરકાર સામાન્ય જનતા પર મોંઘવારીનો માર આપી છે. પહેલા પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો અને હવે વીજળી દરમાં વધારો. રાજ્યની તીજોરી ખાલી કરવા માટે ભાજપની સરકાર હવે જનતા પર મોંઘવારીની ચાબુક ફટકારી રહી છે.

આર્થિક મંદીને લઇને આ અગાઉ પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ મોદી સરકારને આડે હાથ લીધી હતી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે કોઇપણ અસત્યને 100 વખત બોલવાથી તે સત્ય નથી થઇ જતું.

કેન્દ્રની ભાજપ સરકારે એ સ્વીકારવું જોઇએ કે અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક મંદી છે અને તેને દૂર કરવા તરફ આગળ વધવું જોઇએ. મંદીની સ્થિતિ દેશવાસીઓ સમક્ષ છે.

ઉલ્લેખનીય છે કે બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીએ જણાવ્યું હતું કે સાવન-ભાદો મહિનામાં મંદી રહે છે. 2019-20ના નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દર અંદાજે 6 વર્ષનો સૌથી ઓછો 5 ટકા પર જોવા મળ્યો છે. એક જ વર્ષમાં જીડીપીમાં 3 ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here