ભાજપનું સોશિયલ ડિસ્ટન્સિંગ : જામનગરમાં કલેક્ટરને 51 લાખનો ચેક આપવા ભાજપના સાંસદ-મંત્રી સહિત 21 જણાએ લાઈન લગાવી

0
12

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેની સામેની લડત માટે જામનગરની ચાર સંસ્થાઓએ ભેગી મળીને ગત બુધવારે જિલ્લા કલેક્ટરને કુલ 51 લાખની સહાય નિધિના ચેક આપ્યા હતા. આ ચેક અર્પણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ખુદ જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ, રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ, અન્ન-પૂરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત વ્યાપારી મંડળોના અગ્રણીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા. ભાજપની એક યા બીજી પાંખ સાથે જોડાયેલા આ મહાનુભાવો ઉપરાંત બીજા પચાસેક લોકોએ સાથે ઊભા રહીને 51 લાખનો ચેક આપ્યાના ફોટા પડાવ્યા હતા.

ચેમ્બર-ગ્રેઈન મર્ચન્ટ એસો.- કેમિસ્ટ એસો.ના અગ્રણીઓ પણ ફોટાની લાઈનમાં

રાહત નિધિ અર્પણ કરવાના ફોટોસેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ગ્રેઇન એન્ડ સીડસ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુ લાલ, ડ્રગીસ્ટ એન્ડ કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ રાજુ પટેલ તથા અન્ય અગ્રણીઓ પણ ફોટોસેશનમાં જોડાયા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ફળદુએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને “ઘરમાં રહો સલામત રહો”નું સૂત્ર આપ્યું છે. આ વાઇરસ કોઈ આંગણાને સ્પર્શ ન કરે તે રીતે દેશવાસીઓએ તેને ઝીલી લીધું છે અને સહુ એક-બીજાથી અલગ રહે છે. પરંતુ આ કાર્યક્રમમાં આવું કશું દેખાયું નહોતું.

ભાજપના નેતાઓએ કપરાકાળમા પણ ચેકમહોત્સવ ઉજવ્યો

કોરોના મહામારીના કપરા કાળમાં કલેક્ટર રવિશંકરને ચેક અર્પણ કરવાની ઔપચારિકતાને ભાજપના નેતાઓએ ચેકમહોત્સવમાં તબદિલ કરી નાંખી હતી. આ ચેકમહોત્સવમાં મુકેશ દાસાણી, ઉપરાંત વિપુલ કોટક, ભરત કવાડ, ગોપાલ સોરઠીયા, હસમુખ હિન્ડોચા, આર સી ફળદુ, પૂનમ માડમ, જીતુ લાલ, દીપેન્દ્રસિંહ જાડેજા ભેગા થયા હતા. આ ઉપરાંત ભાજપના સંખ્યાબંધ અગ્રણીઓ અને કાર્યકરો પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here