સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર ભાજપની જીત : મોરબી : બ્રિજેશ મેરજા 4354 મતે વિજેતા, ધારી અને ગઢડામાં પણ ભાજપનો ભગવો લહેરાયો

0
12

સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 63959 કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 59595 મત મળ્યા છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા 4354 મતથી વિજેતા થયા છે. ધારીમાં 25માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા ​​​​​​15716 મતથી આગળ છે. જ્યારે ગઢડામાં 22માં રાઉન્ડના અંતં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 19048 મતથી આગળ ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર ત્રણેય બેઠક પર ભાજપની જીત થઈ છે. મોરબી બેઠક પર સાંસદ મોહન કુંડારીયા કિંગ મેકર બન્યા છે. ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મત ગણતરી કેન્દ્ર છોડી જણાવ્યું હતું કે, લોક ચુકાદો આવી રહ્યો છે. જનતાનો મત એ અમારો મત છે. ભાજપના કામો જોઈને મતદારોએ ભાજપને મત આપ્યા હશે. કોંગ્રસની હાર નહીં પણ જીત છે. ભાજપે તોડજોડ કરી જીત મેળવી છે.

મોરબી બેઠક પર સાંસદ મોહન કુંડારીયા કિંગ મેકર બન્યા

મોરબી બેઠક પર ભાજપની જીત નક્કી છે. ભાજપની જીત પાછળ સાંસદ મોહન કુંડારીયા કિંગ મેકર બન્યા છે. મોરબી બેઠક પર અપક્ષ અને નોટાના મળી કુલ 12 હજારથી વધુ મતો કોંગ્રેસને અસર કરી ગયા છે. પાતળી સરસાઈથી ભાજપની મોરબી બેઠક પર જીત મળશે.

મોરબીના લક્ષ્મીવાસના ટેબલ નંબર 2ના EVMમાં ક્ષતિ, ધારીમાં 2 EVM બંધ થયા

મોરબીના લક્ષ્મીવાસના ટેબલ નં.2ના EVMમાં ક્ષતિ સર્જાઈ છે. આથીસ હવે વીવીપેટ સ્લીપથી બે નંબરના ટેબલની ગણતરી કરવામાં આવી રહી છે. ગઢડા મતદાન મથક પર ભાજપના કાર્યકરો ઉત્સાહમાં, જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.બીજી તરફ ધારીમાં મતગણતરી દરમિયાન 2 EVM બંધ થયા હતા. ધારીના હામાપુર અને વાઘાપરના EVMમાં ટેક્નિકલ ખામી આવતા લોક થયા છે. મતગણતરીના અંતે આ બંને EVMના મતને વીવીપેટથી ગણવામાં આવશે.

ત્રણેય બેઠક પર થયેલા મતદાનની ટકાવારી 
બેઠક ટકાવારી
ધારી 45.79
ગઢડા 50.74
મોરબી 51.85

 

સૌરાષ્ટ્રની ત્રણ બેઠક પર કોણ બાજી મારશે?

મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા સામે કોંગ્રેસના જયંતિભાઇ પટેલ, ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસના મોહનભાઇ સોલંકી અને ધારી બેઠકમાં ભાજપના જે.વી.કાકડિયા સામે કોંગ્રેસના સુરેશ કોટડિયા મેદાનમાં છે. ત્યારે આ ત્રણેય બેઠક પર કોણ બાજી મારશે તે આજે નક્કી જઈ જશે.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ

મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ મત ગણતરી સેન્ટર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મતગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ધારી મહિલા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતાઃ અધિકારી

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ કહ્યું કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇનને કારણે તે રેશીયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે. જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here