મોટેરા સ્ટેડિયમની બહાર કાળાબજારીઓ એક્ટિવ, 300ની ટિકિટ 500માં

0
8

મોટેરા સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે ત્યારે આજે મેચનો બીજો દિવસ છે. મેચના ગણતરીના સમય પહેલાં જ સ્ટેડિયમ બહાર અનેક લોકોની ભીડ ઊમટી છે. અત્યારે સ્ટેડિયમમાં મળતી ઓફ્લાઈન ટિકિટનું વેચાણ બંધ થયું છે અને માત્ર ઓનલાઇન ટિકિટ જ મળે છે, જેમાં ઓનલાઇન ટિકિટ લીધા બાદ પણ ટિકિટ લેવા સ્ટેડિયમ દૂર જવું પડે છે. ત્યારે આ પરિસ્થિતિનો કાળાબજારીઓએ લાભ લીધો છે અને 300 રૂપિયાની ટિકિટ 500 રૂપિયામાં વેચી છે.

રૂ.300વાળી ટિકિટ લઈ જાઓ, પછી ગમે ત્યાં બેસો

વ્યક્તિ ટિકિટ જોઈએ છે એમ પૂછીને 300વાળી ટિકિટ છે, જે 500 રૂપિયામાં મળશે એવું કહે છે. અત્યારે તમે 300વાળીમાં બેસી જાઓ અને અંદર ગયા પછી તમે ક્યાંય પણ બેસી જજો, ચાલશે. સ્ટેડિયમમાં ગયા પછી છેક નીચે જતા રહેજો, ક્યાંય ચેકિંગ પણ થતું નથી, એટલું કહીને આ વ્યક્તિ 2 ટિકિટ પણ બતાવે છે અને બાદમાં કહે છે કે 2 છે, પણ તમારે બીજી જોઈશે તો મળી જશે, તમે જલદીથી નક્કી કરજો.

સ્ટેડિયમમાં ગયા પછી છેક નીચે જતાં રહેજો ક્યાંય ચેકીંગ પણ થતું નથી

સ્ટેડિયમમાં ગયા પછી છેક નીચે જતાં રહેજો ક્યાંય ચેકીંગ પણ થતું નથી

સ્ટેડિયમના પ્રવેશ દ્વારા પર જ રહીને ટિકિટની કાળાબજારી

મોટેરા સ્ટેડિયમમાં લાંબા સમય બાદ મેચ શરૂ થતાં અનેક લોકોએ મેચ અને સ્ટેડિયમ જોવા માટે ઉત્સાહ સાથે આવે છે. પરંતુ ઓફ્લાઈન ટિકિટ બંધ થતાં ઓનલાઇન ટિકિટ લેવા માટે અગવડ પડી છે જેનો સીધો લાભ ઉઠાવવામાં આવી છે. માત્ર એક વ્યક્તિ નહિ પરંતુ બીજા પણ અન્ય વ્યક્તિ સ્ટેડિયમ બહાર ટિકિટની કાળાબજારી કરી રહ્યા છે. સ્ટેડિયમમા પ્રવેશવાના 1 કિમી દૂરથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. સ્ટેડિયમમાં ગેટ પર પણ પોલીસ ઉપરાંત પ્રાઇવેટ સિક્યુરિટી પણ ગોઠવવામાં આવી છે છતાં પણ આ રીતે સ્ટેડિયમના પ્રવેશ દ્વારા પર જ રહીને ટિકિટની કાળાબજારી કરવામાં આવે છે.

દિશાનિર્દેશ ન હોવાથી પાર્કિંગ શોધવામાં મુશ્કેલી પડી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચના દિવસે પહેલા જ દિવસે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પાર્કિંગ પ્લોટ સુધી જવા માટે રસ્તા ઉપર ક્યાંય એરો મૂકવામાં આવ્યા ન હોવાથી લોકોને પાર્કિંગ શોધવા વાહન લઈને કલાકો સુધી આમતેમ ફરવું પડ્યું હતું. વાહન પાર્ક કરીને દોઢ કિલોમીટર ચાલતા સ્ટેડિયમ સુધી પહોંચ્યા બાદ અંદર એન્ટ્રી લેવા માટે 1 કિલો મીટર જેટલી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું. સ્ટેડિયમની અંદર અને બહાર આટલી બધી પોલીસ હોવા છતાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જળવાયું. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ 23 પ્લોટમાં વાહન પાર્કિંગ બનાવવામાં આવ્યા હતા, પરંતુ કયું પાર્કિંગ ક્યાં આવ્યુેનો નકશો મેચની ટિકિટમાં કે પાર્કિંગની ટિકિટમાં દર્શાવાયો ન હતો તેમજ પાર્કિંગ સુધી જવા માટે રસ્તામાં ક્યાંય એરો પણ મૂકવામાં આવ્યા ન હતા, જેને કારણે ચાલકો વાહન લઈને ફરતા રહ્યા હતા.

સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી

સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી

ખાણીપીણીની વસ્તુઓની ઉઘાડી લૂંટ ચલાવાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાંઉ રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયાં હતાં, જ્યારે પાણીની 500 મિલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. તેમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી.

સ્ટેડિયમની અંદર અમૂલ પાર્લરના 50 સ્ટોલ બનાવવા આવ્યા હતા. જ્યાં પાણીની બોટલ – છાશ સહિતનું વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં પાણીની 500 મિલીની બોટલ કે જે બહાર 10 રૂપિયામાં મળે છે એ 50 રૂપિયામાં વેચવામાં આવી હતી, જ્યારે છાશનો એક ગ્લાસ 30 રૂપિયામાં વેચવામાં આવતો હતો, પરંતુ ગરમીને કારણે લોકોએ પાણીની બોટલો વધારે વેચાઈ જતાં સાંજે 7 વાગ્યે તો બોટલો ખૂટી પડી હતી. ત્યાર બાદ 10 રૂપિયામાં પાણીનો એક ગ્લાસ વેચવાનું શરૂ કર્યું હતું. જ્યારે છાશના ગ્લાસનો ભાવ પણ વધારીને 40 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. અનેક પ્રેક્ષકોને ના છૂટકે ઊંચા ભાવે ખાણીપીણીની વસ્તુ ખરીદવાની ફરજ પડી હતી.

સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરાઈ

સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરાઈ

પિત્ઝાના 200, બર્ગરના રૂ.100

ખાવા – પીવાની વસ્તુ ભાવ (રૂપિયામાં)
પાણીનો 1 ગ્લાસ 10
છાશનો ગ્લાસ 40
પાણીની બોટલ 50
વડાપાઉં 2 નંગ 80
સમોસાં 2 નંગ 60
પોપકોર્ન 70
સ્મોલ પિત્ઝા 230
બર્ગર 100
સેન્ડવિચ 60

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here