રૂસમાં રૉકેટ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ, 5 કર્મચારીઓનાં મૃત્યુ, 3 ઘાયલ

0
16

રૂસના નેવલ ટેસ્ટ રેન્જમાં એક રૉકેટમાં વિસ્ફોટ થવાથી કંપનીમાં કામ કરતા પાંચ કર્મચારીઓનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સ્થિતિ પણ ગંભીર છે.

રોસાટૉમ કંપનીએ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું છે કે, આ વિસ્ફોટ ગુરૂવારે એન્જિન પરીક્ષણ દરમિયાન થયો. જેમાં પાંચ લોકોનું મૃત્યુ નીપજ્યું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.

રોસાટૉમે દુર્ઘટાનાના શિકાર થનાર કર્મચારીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here