હળવદ : દીધડીયા ગામે ટીસીમાં ધડાકો, ડરને પગલે બાળકનું હૃદય બેસી જતા મોત

0
4
હળવદના દિધડીયા ગામે કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં ટીસીમાં ધડાકો થયો હતો જેથી ડરી ગયેલા બાળકનું હૃદય બેસી જતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિધડીયા ગામે નવઘણભાઈ જીવરાજભાઈ નામનો ૧૧ વર્ષનું બાળક રમતો હોય ત્યારે ટીસીમાં ધડાકો થયો હતો અને તીસીમાં ધડાકાનો જોરદાર અવાજ થતા બાળક ડરી ગયું હતું અને ડરને પગલે તેનું હૃદય બેસી જતા બાળકનું કરુણ મોત નીપજ્યું હતું મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી