પાકિસ્તાન : કરાચીની બે માળની બિલ્ડિંગમાં બ્લાસ્ટ, 3ના મોત, 15 ઘાયલ.

0
0

પાકિસ્તાનના કરાચી શહેરમાં બુધવારે સવારે એક બોમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. તમામની સ્થિતિ ગંભીર છે. ઘટના ગુલશન-એ-ઈકબાલ ક્ષેત્રમાં સવારે 10 વાગ્યે થઈ. ડોન ન્યુઝના જણાવ્યા મજબ, આ વિસ્તારમાં બે દિવસ પહેલા એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો. જે બિલ્ડિંગમાં બુધવારે બ્લાસ્ટ થયો, ત્યાંથી પાકિસ્તાનના સૌથી મોટા સામાજિક સંગઠન ઈધી ફાઉન્ડેશનની ઓફિસ થોડા અંતરે જ આવેલી છે.

બોમ્બ બ્લાસ્ટની શંકા

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બ્લાસ્ટના અવાજ પરથી પ્રારંભિક તબક્કે બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની શંકા છે. રેન્જર્સ અને પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્લાસ્ટ બીજા માળે થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here