ગાંધીનગર : બેડરૂમમાં આંખે પાટા બાંધીને રમત રમાડી પત્નીએ જ ચાકુ મારી પતિના આંતરડા બહાર કાઢી નાંખી રામ રમાડી દીધા

0
0

ગાંધીનગર. સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી કહાનીઓ માત્ર ટીવી સિરિયલ કે ફિલ્મોમાં જ નથી હોતી. આવી ઘટનાઓ વાસ્તવિક જીવનમાં પણ બને છે. ગાંધીનગરમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ તે મર્યો નહી એટલે ક્રાઇમ સીરિયલના પ્લોટની જેમ પત્નીએ પતિ સાથે બેડરૂમમાં મીઠી વાતો કરતા આંખે પાટા બાંધીને રમત રમવાની શરૂ કરી હતી. પતિ પત્નીની વાતોમાં આવ્યો કે તરત જ પત્નીએ ચાકુ કાઢીને પતિના પેટમાં મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. રોજ ક્રાઇમ પેટ્રોલ અને CID જેવી સિરિયલ જોવાના કારણે પત્નીએ હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે પણ પ્રયત્નો કર્યા હતા. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે.

10 દિવસ પહેલા ગાંધીનગર દંપતી ભાડે રહેવા આવ્યું હતું

ભલભલાના રૂંવાડા ઊભા કરી દે એવી કહાની ગાંધીનગરમાં સામે આવી છે. જનમ જનમ એકબીજાની સાથે રહેવાની સોગંધ ખાનાર પતિ-પત્ની વચ્ચે એવું કંઈક બન્યું કે એકને હત્યા કરવાનો વિચાર આવ્યો હતો.  ગાંધીનગરમાં રહેતા મૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાકજી ચૌધરી અને તેની પત્ની ઉમિયા ચૌધરી 10 દિવસ પહેલા ભાડે મકાન રાખીને રહેતા હતા.

ભભૂતના નામે ઉંદર મારવાની દવા આપી

પત્ની વારે ઘડીએ પિયર જતી હોવાથી પતિ તેને આમ ન કરવા રોકતો હતો. પરંતુ નાની મોટી બાબત ઘરમાં જ શાંત થઈ જતી હતી. 14મી જુલાઈની રાતે ઉમિયાએ વાકજીને કહ્યું કે, આપણી વચ્ચે ઝઘડો થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યા પણ છે. હું તમારા માટે ભભૂત લાવી છું. આ ખાઈ લો બધી બાબત શાંત થઈ જશે.પત્નીએ ભભૂત આપતા પતિ પણ ખાવા માટે તૈયાર થઈ ગયો હતો. પણ એ ભભૂત નહીં ઉંદર મારવાની દવા હતી. 2 કલાક સુધી દવાની કોઈ અસર થઈ નહીં એટલે પત્નીને ચિંતા વધી કે જો પતિને ખબર પડશે તો શું થશે? જેથી તે રોજ ક્રાઈમની ઘટનાઓની ટીવી સિરિયલ જોતી હતી. જેથી તેને એવા જ કોઈ એપિસોડનો પ્લોટ વિચારીને પતિ સાથે પ્રેમ ભરી વાતો કરવા લાગી હતી.

આંખા પાટા બાંધવાની રમતનો પ્લાન ઘડ્યો

થોડી વાર બાદ તેણે પતિની આંખો પર પાટા બાંધીને એક રમત રમવા માટે કહ્યું હતું. જેથી પતિ પણ તૈયાર થઈ ગયો હતો. થોડી વાર પ્રેમ ભરી વાતો કરતી ઉમિયાએ તેના પતિને બીજી વાતે ચડાવીને એક તિક્ષ્ણ ચાકુ તેના પતિના પેટમાં માર્યું અને ઉપરાઉપરી ઘા કરવા લાગી હતી. જેથી તેના પતિના આંતરડા બહાર આવી ગયા હતા.

હત્યા બાદ પુરાવા નાશ કરવા પ્રયાસ

પતિના મોત બાદ તેણે પુરાવાનો નાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હથિયારને પાણીથી ધોઈ નાખ્યું હતું. પછી ઉમિયાએ તેના પિતાને ફોન કર્યો અને તેના પતિની તબિયત સારી નથી તેમ જણાવ્યું હતું. થોડીવાર બાદ પોલીસ પણ ત્યાં પહોંચી અને વાકજી લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. પોલીસે ઉમિયાને પૂછ્યું હતું  પણ જવાબ આપતી ન હતી. પરંતુ આખરે પોલીસની કડક પૂછપરછમાં ઉમિયાએ તમામ વાત જણાવી દીધી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here