દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્વોરન્ટીનનું સ્ટેમ્પિંગ લગાડ્યા બાદ કોંગ્રેસનેતાના હાથ પર ફોલ્લા પડી ગયા, ખજવાળ અને દર્દ થવા લાગ્યાં

0
2

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્વોરન્ટીન કરવા માટે લગાવવામાં આવેલા સીલથી કોંગ્રેસનેતા મધુ યાક્ષી ગૌડના હાથ પર ફોલ્લા પડી ગયા છે. આ સિવાય તેમને દુખાવો અને ખજવાળ પણ શરૂ થઈ ગઈ છે. ગૌડે નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરીને આ અંગે ફરિયાદ કરી છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે હરદીપ સિંહ પુરીજી, દિલ્હી એરપોર્ટ પર સ્ટેમ્પિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈન્કમાંના કેમિકલ પર ધ્યાન આપવામાં આવે. ગઈકાલે એરપોર્ટ પર મારા હાથથી સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું હતું. એ પછીથી જ દર્દ અને ખજવાળ આવી રહી છે. હવે મારો હાથ કંઈક આવો દેખાઈ રહ્યો છે.

ગૌડે ટ્વિટર પર પોતાના હાથની બે તસવીર પણ પોસ્ટ કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગૌડના ટ્વીટનો જવાબ આપ્યો- આ અંગે ધ્યાન દોરવા બદલ આપનો આભાર. મેં આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીએમડી સાથે વાત કરી છે. ફરિયાદ પછી દિલ્હી એરપોર્ટના અધિકારી તાત્કાલિક એક્શનમાં આવ્યા. એક અધિકારીના જણાવ્યા મુજબ, હવે એરપોર્ટ પર ઈન્કની ફ્રેશ બેન્ચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વિદેશથી પરત ફરનારાઓ માટે 7 દિવસનું ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીન જરૂરી. કોરોનાના નિયમ મુજબ, વિદેશયાત્રા કરનારા તમામ લોકોને 7 દિવસ સુધી ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીન અને એ પછી સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે. જોકે મુસાફરીના 96 કલાક પહેલાં કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ મોકલનારા લોકોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીનમાંથી છૂટ આપવામાં આવી છે. તમામ એરપોર્ટ્સ પર હોમ ક્વોરન્ટીનમાં આવનારા લોકોના હાથમાં સ્ટેમ્પિંગ કરવામાં આવે છે. એના માટે એવી સહીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સરળતાથી ભૂંસી ન શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here