હિંમતનગર ખાતે સ્વામિવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
2

ગુજરાત રાજ્ય ના વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ના ૬૪ માં જન્મ દિન ની ઉજવણી હિંમતનગર ખાતે સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉડ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રદેશ ખાતેથી રાજ્યમાં તમામ જિલ્લામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં રેડક્રોસ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ સભ્ય દીપ સિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના તમામ સભ્યો તથા જાહેર જનતાએ રક્તદાન કરી ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આજના દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં રક્તદાન શિબિર યોજી ૬૪૦૦ બ્લડ બોટલ દાન કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા