સોનીપત: હરિયાણાના સોનીપતના મુરથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોની ઐસીતૈસી કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાની સગીર બહેનનો રેપ કર્યો. કિશોરી પાંચ મહિનાની પ્રેગ્નન્ટ થઈ તો પરિવારને ખબર પડી. આ મામલા પોલીસના ધ્યાનમાં પણ આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. મૂળ તો યુપીના ઈટાવા જિલ્લાની રહેવાસી મહિલાએ મુરથલ પોલીસને જણાવ્યું કે, તે પરિવાર સાથે મુરથલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહે છે. કહેવાય છે કે તેને બે દીકરા અને એક દીકરી છે. તેની દીકરી 15 વર્ષની છે.
મહિલાએ પોલીસને જણાવ્યું કે, થોડા દિવસથી તેમની દીકરીને પેટમાં દુખાવો થતો હતો. જ્યારે તે દવાખાને લઈ ગઈ તો ડોક્ટર્સને શંકા ગઈ. તેમણે છોકરીનો ટેસ્ટ કર્યો તો તે ગર્ભવતી નીકળી. મહિલાએ જણાવ્યું કે, “જ્યારે મેં ઘરે જઈને તેની સાથે પૂછપરછ કરી તો ચોંકાવનારી વાત સામે આવી. દીકરીએ જણાવ્યું કે, તેના મોટા ભાઈએ તેની સાથે બળજબરી કરી હતી. કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.”
મહિલાએ કહ્યું કે, તેમની દીકરી સાથે તેના જ મોટા ભાઈએ દુષ્કર્મ કર્યું છે. જેનાથી તેમની દીકરી પ્રેગ્નન્ટ થઈ ગઈ. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા યુવકની ધરપકડ કરી લીધી છે. પીડિતાનું મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી પુરાવા એકઠા કરી રહી છે.