ભારત સહિત વિશ્વમાં હવે બ્લડ શુગરની સમસ્યાઓ વધી રહી છે. જો બ્લડ શુગરને મેનેજ કરવામાં ન આવે તો હ્રદય રોગ, ડાયાબિટીસ અને અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે તેથી બ્લડ શુગરનું યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે.
બજારમાં એવી અનેક દવાઓ પણ છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે પરંતુ મોટાભાગના લોકો આ દવાઓ લેવાનું ટાળવા માંગે છે અથવા ખર્ચાળ હોવાને કારણે તેનાથી દૂર રહે છે. જોકે નોર્થવેલ ખાતે વેઇટ મેનેજમેન્ટ વિભાગના વડા ડૉ. જેમી કેન આ અંગે એક સમાચાર આપ્યા છે કે મોંઘી દવાઓ નથી ખરીદી શકતા લોકો કુદરતી પદ્ધતિઓ દ્વારા પણ બ્લડ શુગરને નિયંત્રિત કરી શકે છે.
દૈનિક કસરત :
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ અનુસાર, પુખ્ત વયના વ્યક્તિને અઠવાડિયામાં લગભગ 150 મિનિટની મધ્યમ કક્ષાની કસરત અને અઠવાડિયામાં બે દિવસ સ્નાયુઓની ટ્રેનિંગ લેવી જોઈએ. આ વેઈટ કંટ્રોલ કરશે અને ઇન્સ્યુલિન સેન્સિટીવને પણ પ્રોત્સાહન આપે છે. આનો અર્થ એ છે કે તમારા કોષો લોહીના પ્રવાહમાં વધારાની શુગરનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે, બ્લડ શુગર ઘટાડે છે.
હાઇડ્રેટેડ રહેવું :
નિયમિતપણે પાણી પીવાથી લોહીને ફરીથી હાઇડ્રેટ કરી શકાય છે અને તે બ્લડ શુગરને ઘટાડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. હાઇડ્રેટેડ રહેવાથી તમારી ભૂખને નિયંત્રિત કરવામાં અને પેશાબ દ્વારા વધારાની ખાંડને બહાર કાઢવામાં મદદ મળે છે.
કાર્બોહાઇડ્રેટનું સેવન નિયંત્રિત કરો :
કાર્બોહાઇડ્રેટના સેવનનું નિરીક્ષણ કરવું એ તમારી બ્લડ શુગરને નિયંત્રિત કરવાની મહત્વની કુદરતી રીત છે. કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ શુગર વધારે છે. તમારું શરીર પાચનક્રિયા દરમિયાન જેવું જ કાર્બ્સને તોડે છે, તે ખાંડ એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે જે લોહીના પ્રવાહમાં ભળે છે અને બ્લડ શુગરમાં વધારો કરે છે તેથી, ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ધરાવતી વસ્તુઓ પસંદ કરો.
ગ્લાયકેમિક ઇન્ડેક્સ દર્શાવે છે કે કાર્બોહાઇડ્રેટ્સ કેટલી ઝડપથી તૂટી જાય છે અને તમારું શરીર તેમને કેટલી ઝડપથી શોષી લે છે. આ બતાવે છે કે બ્લડ શુગર કેટલી ઝડપથી વધશે. નીચા જીઆઈવાળા ખોરાક ધીમે-ધીમે ખાંડને શોષે છે.
હેલ્થી ડાયટ લો
હેલ્થી ડાયટ બ્લડ શુગર અને સ્થૂળતા સહિત ઘણી બાબતોમાં મદદ કરી શકે છે. વધુ ફાઇબર ખાવું અને ભોજન વચ્ચે નાસ્તો કરવો એ બધા નાના પગલાં છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે લઈ શકાય છે.
ફાઈબર કાર્બ ડાયજેશન અને શુગર ઓબ્ઝોર્વેશનને ધીમા કરી દે છે, જેનાથી બ્લડ પ્રેશર વધતુ નથી. જો કોઈ વ્યક્તિ દિવસભરમાં નાના ભાગમાં ખોરાક ખાતો રહે છે ,તો બ્લડ સુગર નિયંત્રિત રહે છે. પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો અને એનિમલે પ્રોટીનને મર્યાદિત કરી દેવાથી પણ ફાયદો થશે.
તણાવ ન કરો
તણાવને કારણે, તમારું શરીર ગ્લુકાગોન અને કોર્ટિસોલ નામના હોર્મોન્સ છોડે છે જે બ્લડ સુગર વધારે છે. કુદરતી રીતે વજન ઘટાડવામાં ભાવનાત્મક આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. લોકો ઘણીવાર ડિપ્રેશન દરમિયાન આવું કરે છે. તેથી, સૌ પ્રથમ, કોઈપણ પ્રકારના તણાવથી દૂર રહો જેથી કરીને તમે ઇમોશનલ ઇટીંગનો શિકાર બનવાથી બચી શકો.