500 વખત બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરાવનાર 26 વર્ષની થેલેસેમિયા મેજર યુવતી માતા બન્યાનો રાજ્યમાં પ્રથમ કેસ

0
0

અમદાવાદ: પ્રસૂતિ દરમિયાન તંદુરસ્ત યુવતીની પણ તકેદારી લેવાતી હોય છે ત્યારે 500 વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવી ચુકેલી થેલેસેમિયા મેજર 26 વર્ષની કિંજલની પ્રસૂતિ કરવાની ચેલેન્જ મેં અને મારી પત્નીએ લીધી હતી. પ્રારંભિક તબક્કે કિંજલને હિંમત આપી પ્રસૂતિ માટે તૈયાર કરવા માટે કાઉન્સિલિંગની આવશ્યકતા હતી. થેલેસેમિયાના પિડિયાટ્રિશિયન ડોક્ટર તરીકે મેં કિંજલનું સતત કાઉન્સિલિંગ કર્યું હતું. તેનું હૃદય, લિવર, સ્વાદુપિંડ, થાયરોઇડ અને હોર્મોન્સ બેલેન્સ રાખવા, પ્રસૂતિ દરમિયાન કેટલીક દવા બંધ કરી હતી.

તકેદારી રાખી, જરૂરી દવાઓ આપતા

પ્રસૂતિ સમયે વધુ બ્લિડિંગ અટકાવવું પણ જરૂરી હતું અને ચેલેન્જ પણ એ જ હતી. આ ચેલેન્જરને પૂરી કરવા માટે શરૂઆતથી જ તકેદારીના ભાગરૂપે એવી દવાઓ આપવામાં આવી હતી, જેને કારણે કિંજલની ડિલિવરી સફળ રીતે કરી શકાય. થેલેસેમિયાના ડોક્ટર તરીકે હું તે બાબતે ધ્યાન રાખતો હતો અને મારી પત્ની ગાયનેક તરીકે પ્રસૂતા અંગેની તકેદારી અને તે પ્રકારની દવાઓ આપતા હતા. બંનેના મેનેજમેન્ટને કારણે આ ડિલિવરી કરવામાં અમે સફળ રહ્યા. આ કેસ રાજ્યનો પ્રથમ છે.

દર્દી થેલેસેમિયા મેજર હોવાથી તેના હૃદય, લિવર, સ્વાદુપિંડ, થાયરોઇડ અને હોર્મોન્સ બેલેન્સ રાખવા જરૂરી હતા. સિઝેરીયન દરમિયાન બ્લિડિંગની શક્યતા વધુ હોય છે. ત્યારે કેટલીક દવા બંધ કરી પ્રસૂતિ દરમિયાન અપાતી ડેસપરલ ઇન્જેક્શન દરરોજ 10થી 12 કલાક પંપ દ્વારા અપાતી હતી, તેને કયારેક શ્વાસ લેવામાં તેમજ ચાલવામાં સમસ્યા હોવાથી પ્રસૂતિ ચેલેન્જ સમાન હતી.

ડોક્ટર ઉપરાંત પરિવારે પણ હિંમત આપી

કિંજલ શાહ અને તેના પતિ નવીન લાઠીએ કહ્યું કે, નવીન થેલેસેમિયાગ્રસ્ત ન હોવા છતાં મારી સાથે લગ્ન કર્યા હતા. અમારા બંનેના પરિવારની હિંમત અને ગાયનેકોલોજીસ્ટ ડો. ઉમા ખત્રી અને ડો. અનિલ ખત્રીની કાઉન્સિલિંગના કારણે હું આજે માતા બની શકી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here